________________
જૈન દર્શનનું માહાસ્ય
૧પ૯ તપને લીધે તું રાજા થશે. તે હવે નરકમાં જાતે કેમ અટકે? “તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી, આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત. અને તું નરકે જેતે અટક્ત. હે મુઢાત્મા ! આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂઝે છે. પણ હવે એ સૂઝયું શું કામ આવે? કંઈએ નહીં. પ્રથમથી જ સૂઝયું હતું તે આ દશા કયાંથી હેત ? થનારું થયું. પરંતુ હવે તારા અંતઃકરણમાં દઢ કર કે એ જ ધર્મ ખરે છે. એ જ ધર્મ પવિત્ર છે. અને હવે એના બીજા સિદ્ધાન્ત અવલોકન કર.
તપ:–એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આવે છે. તે અનુપમ છે. અને તપના મહાન વેગથી હું માળવા દેશનું રાજ્ય પામ્યો છું એમ કહેવાય છે, તે પણ ખરું જ છે. મનગુતિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ, એ ત્રણ એણે તપનાં પટાં પાડ્યા છે. તે પણ ખરાં છે. આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતા થતા કાળે કરીને લય થઈ જાય છે, તેથી કરીને બંધાતી કર્મ જાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે. અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જે! એને આ સિદ્ધાંત પણ કે ઉત્કૃષ્ટ છે.
ભાવભાવ વિષે એને કે ઉપદેશ આપે છે! એ પણ ખરે જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય? ભાવ વિના ધમ હોય જ ક્યાંથી? ભાવ એ તે ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કઈ વસ્તુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org