________________
૧૬૦
શ્રી જિનેશ્વર મહિમા
ભલી લાગત તેમ હતું? ભાવ વિના ધર્મ પાળી શકાતા નથી. ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ કયાંથી હોય? એ સિદ્ધાન્ત પણ એને ખરે અને અનુપમ છે.
બ્રહ્મચર્ય –અહો! બ્રહ્મચર્ય સંબંધીને એને સિદ્ધાન્ત પણ કયાં ઓછો છે? સઘળા મહા વિકારમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરે એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિકારક હોય, એમાં અતિશયેક્તિ શી? કશીયે નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરે એ દુર્ઘટ છે જ તે! આ સિદ્ધાન્ત પણ એને કે ઉપદેશજનક છે!
સંસારત્યાગ-સાધુ થવાને એને ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે. પરંતુ એ તેમની કેવળ મૂર્ખતા છે. તેઓ એ મત દર્શાવે છે કે ત્યારે સ્ત્રીપુરૂષનું જે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? પરંતુ એ એમની ભ્રમણા છે. આખી સૃષ્ટિ કંઈમેક્ષે જવાની નથી. આવું જનનું એક વચન મેં સાંભળ્યું હતું. તે પ્રમાણે ચેડા જ મોક્ષવાસી થઈ શકે, એવું મારી ટૂંક નજરમાં આવે છે. ત્યારે સંસાર પણ થોડા જ ત્યાગી શકે છે. એ ક્યાં છાનું છે? સંસાર ત્યાગ કર્યા વિના મુક્તિ કયાંથી હોય? સ્ત્રીના શૃંગારમાં લુખ્ય થઈ જવાથી કેટલા બધા વિષયમાં લુખ્યાઈ જવું પડે છે. સંતાન ઉત્પન્ન થાય છે. તેમને પાળવા–પિષવાં અને મેટાં કરવાં પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદરભરણાદિ માટે તરખડથી વ્યાપારાદિમાં કપટ વેતરવાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org