________________
- ૧૫૮
શ્રી જિનેશ્વર મહિમા પંજામાં પડે. તારામાં કેવળ હિંસામતિ ન હોત તે આવે વખત તને મળત કેમ? ન જ મળત. કેવળ આ તારી નીચ મને વૃત્તિનું ફળ છે. હે પાપી આત્મા ! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તે પણ એ દયાને જ પાળજે. હવે તારે અને આ કાયાને જુદાં પડવામાં શું ઢીલ રહી છે? માટે એ સત્ય પવિત્ર અને અહિંસાયુક્ત જૈન ધર્મના જેટલા સિદ્ધાંત તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઈચ્છ. એના સઘળા સિદ્ધાન્ત જ્ઞાનદષ્ટિએ અવલેકતાં અને સૂક્ષમ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન સંબંધીને તેને અનુપમ સિદ્ધાન્ત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગે તેમ તેના બીજા સિદ્ધાન્ત પણ સૂદ્ધમતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કોઈ જૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી ડો બોધ છે ખરે; પરંતુ એમાં જૈન તે જૈન જ છે. હરકોઈ પ્રકારે ઝીણામાં ઝીણા જંતુઓનો બચાવ કરે, તેને કઈ પણ પ્રકારે દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાતોથી બીજે કયે ધર્મ વધારે સાચો હતે ! તે એક પછી એક એમ અનેક ધર્મો લીધા મૂક્યા, પરંતુ તારે હાથ જૈનધર્મ આ જ નહીં. રે! કયાંથી આવે ? તારા અઢળક પુણ્યના - ઉદય સિવાય કયાંથી આવે? એ ધર્મ તો ગંદો છે. નહીં
નહીં મ્લેચ્છ જેવું છે. એ ધર્મને તે કેણ ગ્રહણ કરે? - આમ ગણીને જ તે તે ધર્મ તરફ દષ્ટિ સરખી પણ ન કરી. અરે! તું દષ્ટિ શું કરી શકે? તારા અનેક ભવના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org