________________
પુસ્તક સંબંધી ઉપયોગી સૂચને કરેલ છે તે માટે તેમને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મુ. શ્રી રતિભાઈ અનેક જૈન પુસ્તકના વિદ્વાન લેખક હોવા ઉપરાંત પત્રકાર પણ છે. મુખ્યત્વે “જૈન” પત્રમાં અવાર નવાર તેમના લેખો પ્રગટ થતા રહે છે. તેઓ અનેક જૈન સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. આ બધું હોવા છતાં સૌથી અગત્યની વાત તેઓ. નમ્ર, સરળ અને મધ્યસ્થ પરિણામી છે. સામાના વિચારોને સ્વસ્થ ચિત્તે વિચારીને પિતાને ગ્ય જણાય તે રીતે. વિષયને નિડરતાથી પણ ક્યાંયે કટુતા ન આવી જાય તે રીતે રજુ કરવાની તેમની આગવી કલા છે. તેઓએ છેલ્લા ઘણા વર્ષે આગમ પ્રભાકર પૂ. મુનિશ્રી પૂણ્યવિજયજી મહારાજ સાહેબ તેમજ પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે જૈન સાહિત્યના સંશોધનમાં તથા અભ્યાસમાં ગાળ્યા છે..
આ પુસ્તકના પ્રકાશનનું સર્વશ્રેય શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવન ટ્રસ્ટને છે. તેઓએ મારા આ સંકલિત કરેલા પુસ્તકને શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક પ્રસંગે પ્રગટ કરવાનું નક્કી કર્યું તે માટે તે ટ્રસ્ટ અને ટ્રસ્ટી મંડળને. પણ હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ઉપરાંત આ પુસ્તકની અગાઉથી ૧૫૦૦ કેપી પડતર કિંમતે લેવાનું નક્કી કરનાર શ્રી જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ અને તેને ટ્રસ્ટી મંડળને પણ હું ખૂબજ આભારી છું.
આ પુસ્તકમાં દરેક લખાણની નીચે જે પત્રાંક અને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org