________________
૧૦૪
શ્રી જિનેશ્વર મહિમા
જિજ્ઞાસુ—ભાઈ ત્યારે પૂજ્ય કેણ અને ભક્તિ કેની કરવી કે જે વડે આત્મા સ્વશકિતને પ્રકાશ કરે?
સત્ય–શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભકિતથી, તેમજ સર્વ દૂષણરહિત, કમમલહીન, મુકત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભકિતથી આત્મશકિત પ્રકાશ પામે છે.
જિજ્ઞાસુ-એએની ભકિત કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું?
સત્ય–ભાઈ જિજ્ઞાસુ, તે અનંતજ્ઞાની ભગવાન તે નિરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ, નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. આપણે આત્મા, જે કર્મ દળથી ઘેરાયેલું છે, તેમજ અજ્ઞાની અને મેહાંધ થયેલ છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે. સર્વ કમદળ ક્ષય કરી “અનંત જીવન,(ચારિત્ર) અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા જિનેશ્વરેનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી એ (ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિો પુરુષાર્થતા આપે છે, વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશે ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org