________________
જિનેશ્વર ભગવાનની ભક્તિ
૧૦૩
સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહે. શુભ ભાવવડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરે, નહિ એહ સમાન સુમંત્ર કહે, ભજીને ભગવંત ભવંત લહે, કરશે ક્ષય કેવળ રાગ કથા, ધરશે શુભ તવ સ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે, ભજીને ભગવંત ભવંત લહે. ૫
પાનું ૪૮ શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે.
પાનું ૮ ૯૧ બહુમાન નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શભાવજે.
પાનું ૮૫ ૧૦૫ પરમાત્માની ભક્તિમાં ગુંથાવું.
- પાનું ૧૬ મે ૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org