________________
જિનેશ્વર ભગવાનની ભકિત
૧૦૫
જિજ્ઞાસુ-આર્ય સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વરે તે સઘળા પૂજ્ય છે, ત્યારે નામથી ભકિત કરવાની કંઈ જરૂર છે?
સત્ય-હા, અવશ્ય છે. અનંત સિદ્ધસ્વરૂપને ધ્યાતાં જે શુદ્ધસ્વરૂપના વિચાર થાય છે તે કાય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણ કયું? એ વિચારતાં ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાનું સ્મરણ થશે. એએનાં અહં તીર્થકર પદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રે અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કેણુ? ક્યારે? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા? એ ચરિત્રની સ્મૃતિ થશે, અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઈત્યાદિકને ઉદય પામીએ.
જિજ્ઞાસુ–પણ લેગિન્સમાં તે ચોવીશ જિનેશ્વરના નામ સૂચવન કર્યા છે! એને હેતુ શું છે તે મને સમજાવે.
સત્ય—આ કાળમાં આ ક્ષેત્રમાં જે વીસ જિનેશ્વરે થયા એમના નામનું સ્મરણ, ચરિત્રનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્વને લાભ થાય, એ એને હેતુ છે. વિરાગીનું ચરિત્ર વૈરાગ્ય બેધે છે. અનંત ચોવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમગ્ર આવી જાય છે. વર્તમાનકાળના વીસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org