________________
અ
હીન થયેલા
દ્રવ્ય, ક્ષે
શ્રી જિનેશ્વર ભગવાન પ્રત્યે શ્રીમદ્ રાજચંદ્ર - (૧) હે જિન વીતરાગ તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
(૨) બહ છકી જાઓ તે પણ મહાવીરની આજ્ઞા તેડશે નહીં. ગમે તેવી શંકા થાય તે પણ મારા વતી વીરને નિઃશંક ગણજે. - (૩) આ અલ્પજ્ઞ આત્મા પણ તે (મોક્ષ) પદને અભિલાષી અને તે પુરૂષનાં (જિનેશ્વર ભગવાનના) ચરણ કમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે.
(૪) વીરસ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વસ્વરૂપ યથાતથ્ય છે એ ભૂલશે નહીં. તેમની શિક્ષાની કાંઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા, આત્મભાવે તેમના મેળામાં અર્પણ કરો. - (૫) પૂર્ણ વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હે એમ રહ્યા કરે છે.
(૬) વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાને સંભવ જ નથી. તેના આલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને આઘે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાને પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પિતાની ભૂલ જ થાય છે.
(૭) સર્વ મતાએ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તરવજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે, એમનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org