________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
૭૭].
૩૭ ચાર પ્રકારે સંસારી જીવ, પ્રનિ–હે ભગવંત, જે આચાર્ય એમ કહે છે જે ચાર પ્રકારે સંસારી જીવ. તે શી રીતે કહે છે ? ઉત્તર–હે ગૌતમ, નારકી ૧, તિર્યંચનીયા ૨, મનુષ્ય ૩, ને દેવતા જ એ ચાર પ્રકાર જાણવા.
૩૮ નારકીને પ્રથમ ઉદેશે. પ્રશન–હે ભગવંત, નારકીના કેટલા ભેદ છે ? ઉતર– હે મૈતમ, તેના સાત ભેદ છે. પહેલી પૃથ્વીના નારકી ૧, બીજી પૃથ્વીના નારકી ૨, ત્રીજી પૃથ્વીના નારકી ૩, ચોથી પૃથ્વીના નારકી ૪, પાંચમી પૃથ્વીના નારકી ૫, છઠી પૃથ્વીના નારકી , ને સાતમી પૃથ્વીના નારકી છે. પ્રશન–હે ભગવંત, પહેલી પૃથ્વીનું શું નામ છે, અને શું તેનું નેત્ર છે? ઊતર– હે ગૌતમ, ઘમા તેનું નામ છે, ને રત્નપ્રભા નામે ગોત્ર છે. પ્રશ્ન–હે ભગવંત, બીજી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે? ઉત્તર– ગૌતમ, વંસા તેનું નામ છે, ને શકરપ્રભા નામે તેનું ગોત્ર છે. પ્રશન–હે ભગવંત, ત્રીજી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે ? ઊતર–હે ગૌતમ, સેલા તેનું નામ છે, જે વાલુપ્રભા નામે તેનું ગોત્ર છે? પ્રશ્ન–હે ભગવંત, એથી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે ? ઉત્તર-હે ગૌતમ, અંજના તેનું નામ છે, ને પંકપ્રભા નામે ગેત્ર છે. પ્રશન–હે ભગવંત, પાંચમી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગેત્ર છે? ઉત્તર-હે ગૌતમ, રષ્ટા તેનું નામ છે, ને ધુમપ્રભા નામે ગોત્ર છે. પ્રશ્ન-હે ભગવંત, છઠી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે ? ઉત્તર–હે ગૌતમ, મઘા તેનું નામ છે, જે તમપ્રભા નામે તેનું ગોત્ર છે. પ્રશ્ન–હે ભગવંત, સાતમી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે ? ઊતર–હે ગૌતમ, માઘવઈ તેનું નામ છે, ને તમતમાં નામે તેનું ગોત્ર છે. પ્રશન–હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વી કેટલી જાડ૫ણે છે? ઊતર–હે ગૌતમ, એક લાખ એંસી હજાર જોજન જાડ૫ણે છે. પ્રશન–હે ભગવંત, બીજી સકરપ્રભા પૃથ્વી કેટલી જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, એક લાખ ને બત્રીસ હજાર જે જન જાડપણે છે. પ્રશ્ન–હે ભગવંત, ત્રીજી વાલુપ્રભા પૃથ્વી કેટલી જાડાપણે છે? ઉતર–હે ગૌતમ, એક લાખ ને અડાવીશ હજાર જન જાડાપણે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org