________________
પતિ છવાનો અધિકાર
૨૭]
ઊતર-હે ગૌતમ, તેને બે દર્શન છે, ચક્ષુદર્શન ૧, ને અચક્ષુદર્શન ૨. પ્રશન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે ? ઊતર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે છ માસનું છે.
શેષ અધિકાર જેમ તે દિનો કહ્યો તેમ જાણો. જાત પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા જીવે છે. એટલે ચેકિનો અધિકાર કહ્યું, હવે પદિન કહે છે.
૧૮ પદ્ધિ જીવનો અધિકાર, પ્રશ્ન- હે ભગવંત, પદિ જીવના કેટલા ભેદ છે? ઊતર–હે ગતમ, તેના ચાર ભેદ છે, નારકી ૧, તિર્યંચ ૨, મનુબ ૩, અને દેવતા જ, તેમાં પ્રથમ નારકીને અધિકાર કહે છે.
૧૯ નારકીને અધિકાર પ્રશન–હે ભગવંત, નારકીના કેટલા ભેદ છે ? ઊતર-હે ગીતમ, તેના સાત ભેદ છે, રતનપ્રભા પૃથ્વીના નારકી જાવ સાતમી, તમને તમાં પૃથ્વીના નારકી, તેના સંક્ષેપે બે ભેદ કહ્યા છે, છ પર્યાપ્ત પર્યાપ્તા, અને છે અપર્યાપતે અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે? ઊતર–હે ગીતમ, તેને ત્રણ શરીર છે, વૈક્રીય ૧, તેજસ ૨, ને કામણ ૩. પ્રશન–હે ભગવંત, તે જીવના શરીરની કેવડી મોટી અવગાહના છે? ઉતર–- હે ગતમ, તેના શરીરની અવગાહના બે ભેદે છે, એક ભવધારણીક તે પુર્વલું કુંભીનુંબંધ, અને બીજો ભેદ જે ઉત્તરક્રિીય તે નવું શક્તિએ કરી કરે છે. તેમાં જે ભવધારણીય શરીર છે તે જઘન્યથી અંગુલને અશખ્યાતમે ભાગે, (ઉપજતી વેળાએ) અને ઉત્કૃષ્ટપણે પાંચસે ધનુષનું છે. અને જે ઉત્તર પૈકીય શરીર તે જઘન્યથી અંગુલને સંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે હજાર ધનુષનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવનાં શરીર કયા સંઘયણનાં છે? ઉત્તર–હે મૈતમ, છ સંઘયણ થકી રહી છે. કેમકે હાડ, રૂધિર, નસ નથી, તે કારણે સંઘયણ નથી. અને જે પુદગળ અનીષ્ટ, અમનોહર, અપ્રીતિ કારીયા, અશુભ, અમનેa, અણગમતા એવા જે પુદગળ તે તેના સંઘાત (શરીર) પણે પરીણમે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવના શરીર કે સંડાણે છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ કહ્યા છે, એક ભવધારણીક અને બીજો ઉતરક્રિય શરીર તેમાં જે ભવધારણીક શરીર તે ફંડ સંસ્થાને છે. અને જે ઉતરક્રિય શરીર તે પણ હુંડ સંસ્થાને છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org