________________
ભગવતે શાસ્ત્રને વિષે ત્રણ પ્રકારના આગમ (સિદ્ધાંત) કહ્યા છે. સૂતાને, કથામળે, તકુમાર છે. સુતાગમે તે મૂળપાઠ અથાગમે તે મૂળપાઠને અર્થ અને તંદુભયોગમે તે મૂળ પાઠ અર્થ સાથે “આ શ્રી જીવાભીગમ સૂત્રનું સંપૂર્ણ ભાષાંત્તર પ્રશ્નોત્તર રૂપે એ અથાગમે કહેવાય એ સૂત્રસાખ સમજવી.
વળી કેટલાએક કહે છે કે શ્રાવક સૂત્ર વાંચે તે અનંત સંસારી થાય. શ્રાવકને સૂત્ર વાંચવાનો અધિકાર નથી. શ્રાવકને તે “ઘટા, ઝહીરા, પુછીયar” એટલે લાધા છે. અર્થ જેને. ગ્રહ્યા છે અર્થ જેને ને પુછયા છે અર્થ જેને. એટલે મતલબ કે શ્રાવક અર્થરૂપે રહી શકે, પણ મુળપાઠ વાંચી શકે નહીં વિગેરે વિગેરે કહે છે, પણ તે સર્વે ખોટું કહે છે. કારણ કે તિર્થંકર પરમાત્માની વાણી અર્થરૂપે કહે કે પાઠરૂપે કહે કે અર્થપાઠ બન્ને રૂપે કહો એ બધું સિદ્ધાંતજ છે તેમાં ભેદ પાડે તે ભરમાવવા જેવું છે માટે તાત્પર્ય તે એટલેજ છે કે તે તિર્થંકરની વાણી માટે ચારે તિર્થ, સાધુ, સાધવી, શ્રાવક ને શ્રાવિકા હકદાર છે. કોઈને પણ વાંચવાને કઈપણ સિદ્ધાંતમાં પ્રતિબંધ ભગવંતે કરેલ નથી. .
વળી ભગવંત તિર્થંકરની વાણી કહેવી છે? અમીય સમાણી (અમૃત સરખી) અનંત અનંત, ભાવ, ભેદ, નય, નિક્ષેપની ભરેલી સકળ જગતને તારવાવાળી, સકળ જગતને હિતકારી, સકળ મેહને ટાળવા વાળી, ભવાબ્ધિને તારવા વાળી, મેક્ષને આપવા વાળી, શંશયને હરવાવાળી, જેનું માપ કેઈથી થઈ શકે નહીં, જેનું માપ કરતાં પિતાની બુદ્ધિ મપાય એવી, જેને કાંઈ ઉપમા આપી શકાય નહીં જેના વખાણ હજારે જીભ વડે થઈ શકે નહિ. અહાહા !!! એવી વાણું વાંચતાં અનંત સંસારી થાય !! શું બુદ્ધિ !! શું સમજણ!! અમૃત ખાતાં કોઈને ઝેર ચડવું સાંભળ્યું છે? કદી કઈ કારણે અમૃત ખાતાં ઝેર ચડે પણ નિરવીકારી તિર્થંકરની વાણી વાંચતાં અનંત શંશારી થાય !!! એ અક્કલ બાહિરની વાત જણાય છે. ત્યારે તેમ કહેનારને હેતુ શું છે જોઈએ-તેને ઉત્તર એટલો જ કે કહેનારને આશ્રય શ્રાવક વર્ગને અજ્ઞાનતા રાખવામાં કાંઇક પણ મેટો હેતુ હેવો જોઈએ તે જેમ શ્રી જ્ઞાતા સત્ર નવમે અધ્યયને યણ દેવીએ જનરક્ષને જીનપાળને દક્ષણના વનમાં જવાની મનાઈ કરી તેમ! (મતલબ નરક્ષ ને જીનપાળ દક્ષણના વનમાં જાય તે રયણ દેવીના હાથમાં ન રહે તે હકીક્ત પણ એવી જ બની કે જનરલ ને જીનપાળ દક્ષણના વનમાં ગયા છે સૂળાયે પરોવેલ સસને જે છે તેની હકીકતથી ને સીલગ જક્ષની સાહાયથી રયણ દેવીથી છુટા થયા છે એ ઉપનય પણ સમજવા જેવો છે.) એમ સમજાય છે. એ બાબતની ચર્ચા ઘણી છે. પણ આ ઠેકાણે તે વિષયમાં ઉતરવા પ્રસંગ નથી. આંહી તે ફક્ત એટલું જ કહેવું બસ છે કે એમ માનનારાને પણ આ પ્રશ્નોત્તર રૂપે ભાષાંત્તર વાંચવાથી અનંત સંસારી થવાની ભીતી (બીક) તેમની સમજણ પ્રમાણે નથી, જેથી તેમને પણ જે ઉપયોગી થઈ પડશે તે કૃતાર્થ થવા જેવું છે. - - શ્રી જીવાભીગમ સૂત્રના વિષયો જેવાને અનુકુળ પડે અને વાંચક વર્ગને કંટાળે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org