________________
પ્રસ્તાના.
સંવત ૧૯૩૬ની સાલમાં ગોંડળમાં મહાપુરૂષ શ્રી ૭ જેચંદજી સ્વામીનું ચતુમસે થવાથી શ્રી જીવાભીગમ સૂત્રની પ્રત ૧ તેમના તરફથી મને વાંચવા મળી જે પ્રત પોતે કચ્છમાંથી લાવેલ હતા; તે પ્રત મેં વાંચી તે ઉપરથી તેનું ગુજરાતીમાં પ્રશ્નોત્તરરૂપે આખા સૂત્રનું ભાષાંતર કરવાથી સાધારણ વર્ગના શ્રાવક ભાઈઓને ઉપયોગી થાય એમ જણાયાથી તેમ કરવા મારું મન ઉત્સુક થયું. જેથી સંવત ૧૯૩૮ની સાલમાં તેનું રફ કરવામાં આવ્યું. . . ત્યાર બાદ ગેંડળ સંઘાડાના પટોધર પૂજ્ય સાહેબ શ્રી૭ દેવજી સ્વામીની પોતાની તેમજ તેમના ભંડારના પુસ્તકની સહાયથી સંવત ૧૯૪૦ ની સાલમાં રફ ઉપરથી ફેર કરવામાં આવ્યું કે તે પુસ્તક તરતમાં છપાવવાનો વિચાર હત; પણ કેટલાક સંગને લઈને અત્યાર સુધી જેમનું તેમ પડતર રહ્યું હતું.
સંવત ૧૯૬૮ની સાલનું ચતુર્માસું ગેંડળ સંઘાડાના સુ સાધુ મહામુનિ જાદવજી સ્વામી સાથે તેમના સુશિષ્ય મહાપુરૂષ નાનચંદજી સ્વામી તથા મહાપુરૂષ પુરૂષોત્તમજી સ્વામી તથા મહાપુરૂષ સવજી સ્વામી (મહાપુરૂષ જેચંદજી સ્વામીના શિષ્ય) નું ગોંડળમાં થતાં કેટલાએક શ્રાવક ભાઈઓ દરમ્યાન શ્રી જીવાભીગમ સત્ર વિષે ચર્ચા થતાં તેમને અભિપ્રાય ને આગ્રહ છપાવી બહાર પાડવાને થયો. લાંબી મુદત થયાં પડતર રહેવાથી ફરી સંશોધન કરવા મહાપુરૂષ શ્રી૭ જુદવજી સ્વામીને વિનંતિ કરવામાં આવી, તે હર્ષ સાથે સ્વીકારતા પિતાના સુ શિષ્ય મહાપુરૂષ પુરૂષોત્તમજી સાથે ઘણા ખંત, ઉત્સાહ ને શ્રમથી સંશોધન કરી ઘણે ઉપકાર કર્યો છે તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે. - આવી રીતે બીજા મહાત્મા પુરૂષે તે મહાત્માને ધડ લઇ ઉદ્યમી થઇ પિતાના વખતને સદ્ ઉપયોગ કરે તે ઘણું પ્રસંશનિય ને જ્ઞાન વૃદ્ધિના કારણ બની ઘણે ઉપકાર કરી શકે.
ઘણા શ્રાવક ગૃહસ્થો લાભ લઈ શકે એ હેતુથી જેકે ગુજરાતીમાં કરવામાં આવ્યું છે, પણ મૂળ સૂત્ર સાથે મેળવતાં સુગમતાથી મેળવી શકાય તેટલા માટે ભાષાને માટે ફેરશર કરવામાં આવ્યું નથી. એટલે કે શુદ્ધ ગુજરાતી હાલની શૈલીમાં કરવાથી મૂળ સિદ્ધાંત સાથે મુકાબલો કરવામાં ફેરફાર લાગે નહીં તેટલા માટે સિદ્ધાંતશૈલી કાયમ રાખવામાં આવી છે, તે જોકે આજના જમાનાવાળાને ઘડીભર ઉથડક લાગવા સંભવ માનીએ તો પણ મૂળમાં વિરૂદ્ધ ન આવે તે તરફ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
વળી જીવાભીગમ સૂત્રમાં જ્યાં જ્યાં શ્રી પનવણજી સૂત્રની ભળામણ આપવામાં આવી છે ત્યાં ત્યાં જરૂર જણાતી બાબતો ત્યાંથી ઉમેરવામાં આવી છે, એટલું જ નહીં પણ બની શકતા લગતા વિષયને બીજા સિદ્ધાંત વિગેરેના આશ્રયથી ઉમેરે કરવામાં આવ્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org