________________
નવ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે.
૩૬૫].
પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચ પ્રથમ સમયના તિર્યચપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, એકજ સમય રહે? પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યંચ અપ્રથમ સમયના તિર્યચપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ એક સમયે ઉણ રહે ને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિને કાળ રહે. (ભાવના પૂર્વવત્ત.) પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્ય પ્રથમ સમયના મનુષ્યપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, એકજ સમય રહે. પ્રશન હે ભગવંત, અપ્રથમ સમયના મનુષ્ય અપ્રથમ સમયના મનુષ્ય પણે કેટલો કાળ રહે? ઉતર–હે મૈતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ એક સમયે ઉણ રહે. ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ કેડી પ્રથ૯ત્વે અધિક રહે. (સાત આઠ ભવ કરવાથી) પ્રશ્ન–હે ભગવંત, દેવતા દેવતાપણે કેટલે કાળ રહે? ઉત્તર હે ગીતમ, દેવતા નારકીની પરે પ્રથમ સમય અપ્રથમ સમયના કહેવા. પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ સિદ્ધપણે કેટલો કાળ રહે? ઊત્તર-હે ગૌતમ, તે સાદિ અપર્ય વસતિ છે. તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ અંતર્મુહુર્તે અધિક અંતર પડે. (તે એમ જે દશ હજાર વરસનું નરકનું જધન્ય આયુષ્ય ભોગવીને અંતર્મુહુર્તને અન્ય ભવ કરી ફરી પાછો નરકમાંહે ઉપજે ત્યાં પ્રથમ સમયી થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. પ્રશન–હે ભગવંત, અપ્રથમ સમયના નારકીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્તને (તે એમ જે અંતર્મુહુર્તને અન્ય ભવ કરી નરક માંહે ઉપજે ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી બે ક્ષુલ્લક ભવ સમયે ઉણને અંતર પડે. (તે એમ જે સમયે ઉણો પોતાનો ક્ષુલ્લક ભવ ભોગવીને ફરી તિર્યંચ થાય ત્યાં પ્રથમ સમય થાય તે માટે.) અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. તે એમ જે અનંત કાળ તિર્યંચમાં રહે પણ વચે અન્ય ગતીને ભવ કર્યા વિના પ્રથમ સમયી ન થાય તે માટે.) પ્રશન હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યંચને કેટલાં કાળનું અંતર પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધિક અંતર પડે. એક મનુષ્યને લઘુ ભવ કરીને પાછો તિર્યંચ થાય ત્યારે.) અને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝાઝેરાનું અંતર પડે. (એટલો કાળ અન્ય ગતિમાં રહી પાછો તિર્યંચ થાય તે માટે.)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org