________________
[૩૦૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉત્તર–હે મૈતમ, અત્યંતર પરખદાના દેવતાને સાડા પનર સાગરોપમ અને પાંચ પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાના દેવતાને સાડા પનર સાગરોપમ અને ચાર પલ્યોપમની સ્થિતિ છે અને બાહ્ય પરખદાએ દેવતાને સાડા પનર સાગરેપમ અને ત્રણ પોપમની સ્થિતિ છે. - + અર્થ તેહીજ પૂર્વલી પરે જાણવો. પ્રશન–હે ભગવંત, સહસાવેંદ્રની પરદા પૂછી? ઉતર–હે મૈતમ, જાવત અત્યંતર પરખદાએ પાંચસે દેવતા છે, મધ્ય પરખદાએ એક હજાર દવા છે ને બાહ્ય પરખદાએ બે હજાર દેવતા છે. પ્રશન–હે ભગવંત, તેની સ્થિતિ પૂછી? ઉતર-હે ગૌતમ, અત્યંતર પરખદાએ સાડા સત્તર સાગરોપમ અને સાત પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ સાડા સતર સાગરોપમ અને છ પલ્યોપમની સ્થિતિ છે અને બાહ્ય પરખદાએ દેવતાની સાડા સતર સાગરોપમ અને પાંચ પલ્યોપમની સ્થિતિ છે.
અર્થ તેહીજ પૂર્વપરે જાણ. પ્રશ્ન–હે ભગવંત, આનંત, પ્રાણુત, બે દેવકને એક પ્રાણંદ્ર તેહની પરખદા પુછી? ઉત્તર–હે ગૌતમ, જાવત ત્રણ પખદા છે. અત્યંતર પરખદાએ અઢીસે દેવતા છે, મધ્ય પરખદાએ પાંચસેં દેવતા છે અને બાહ્ય પરખદાએ એક હજાર દેવતા છે. પ્રશ્નહે ભગવંત, તે દેવતાની સ્થિતિ કેટલી છે? ઉત્તર–હે ગૌતમ, અત્યંતર પરખદાએ દેવતાની ઓગણીશ સાગરેપમ ને પાંચ પલ્યો૫મની સ્થિતિ છે, મધ્ય પર ખદાએ દેવતાની ઓગણીસ સાગરોપમ ને ચાર પલ્યોપમની સ્થિતિ છે. ને બાહ્ય પરખદાએ દેવતાની ઓગણીસ સાગરોપમ ને ત્રણ પાપમની સ્થિતિ છે.
અર્થ તેહીજ પૂર્વલી પરે જાણવો. પ્રશન–હે ભગવંત, આરણ અને અચુત દેવલોકના દેવતાના વિમાન ક્યાં છે? ઉત્તર–હે મૈતમ, તેમજ કહેવાં. અમ્યુરેંદ્ર પરીવાર સહીત જાવત વિચારે છે. અમ્યુ. તેંદ્રના દેવેંદ્રને ત્રણ પરખદા છે. તેમાં અત્યંતર પરખદાએ સવાસો દેવતા છે, મધ્ય પરખદાએ અઢીસો દેવતા છે. ને બાહ્ય પરખદાએ પાંચસો દેવતા છે. વળી અત્યંતર પરખદાએ દેવતાની એકવીશ સાગરોપમ ને સાત પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાન દેવતાની એકવીશ સાગરોપમ ને છ પલ્યોપમની સ્થિતિ છે ને બાહ્ય પરખદાના દેવતાની એકવીશ સાગરોપમ ને પાંચ પલ્યોપમની સ્થિતિ છે. પ્રશન–હે ભગવંત, હેઇલી ત્રીક. શ્રેયકના દેવતાના વૈમાન કયાં કહ્યાં છે? ને હેઠલી ત્રીક રૈવેયકના દેવતા ક્યાં વસે છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org