________________
[૨૮૬
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશ્ન–હે ભગવંત, તંદ્રીય પુગળ પરીણામ કેટલે ભેદે કહ્યું છે? ઉત્તર- હે ગૌતમ, બે ભેદે કહે છે. શુભ શબ્દ પરીણામ ૧, ને દુષ્ટ સબ્દ પરીણામ ૨. પ્રશન–હે ભગવંત, ચક્ષુ ઇંદ્રિયને વિષય પુગળ પરીણામ કેટલે ભેદે કહે છે? ઉતર–હે ગૌતમ, બે ભેદે કહયો છે. સુરૂપ પરીણામ ૧. ને દુરૂપ પરીણામ ૨. પ્રશન– હે ભગવંત, ઘાણેદ્રિયનો વિષય પુગળ પરીણામ કેટલે ભેદે કયો છે? ઉત્તર–હે ગૌતમ, બે ભેદે કહયો છે. સુગંધ પરીણામ ૧. ને દુર્ગધ પરીણામ ૨. પ્રશ્ન–હે ભગવંત, રસેંદ્રિય વિષયનો પુદ્ગળ પરીણામ કેટલે ભેદે કયો છે? ઉતર–હે ગતમ, બે ભેદે કહયો છે. સુભ રસ પરીણામ ૧. ને દુષ્ટ રસ પરીણામ ૨. પ્રશ્ન-હે ભગવંત, સ્પર્શેન્દ્રિય વિષયનો પુગળ પરીણામ કેટલે ભેદે કહે છે? ઉત્તર–હે ગૌતમ, બે ભેદે કહયો છે. સુસ્પર્શ પરીણામ ૧. ને દુસ્પર્શ પરીણામ ૨. પ્રશન–હે ભગવંત, તે નિચે અનેક પ્રકારના શબ્દ પરીણામને વિષે, અનેક પ્રકારના રૂપ પરીણામને વિષે, એમ ગંધ પરીણામને વિષે, રસ પરીણામને વિષે, સ્પર્શ પરીણામને વિષે પરીણમતા પુગળ તેહને પરીણામે છે એમ કહીએ ? ઉત્તર–હે ગૌતમ, હા. અનેક પ્રકારના શબ્દ પરીણામને વિષે જાવત પરીણમતા પુગળ તેહને પરીણમે છે એમ કહીએ. પ્રશન–હે ભગવંત, તે નિશ્ચય શુભ શબ્દના પુગળ દુષ્ટ શબદપણે પરીણમે? ને દુષ્ટ શબ્દના પુગળ શુભ શબ્દપણે પરીણમે? ઉત્તર-હે ગૌતમ, હા. શુભ શબ્દના પુગળ દુષ્ટ શબ્દપણે પરીણમે છે ને દુષ્ટ શબ્દના પુગળ શુભ શબ્દપણે પરીણમે છે. પ્રશન–હે ભગવંત, તે નિશ્ચય સુગંધ પુગળ દુર્ગધપણે પરીણમે છે? ને દુર્ગધ પુગળ સુગંધપણે પરીણમે છે? ઊતર–હે મૈતમ, હા. એમ સુગંધ પુગળ દુર્ગધપણે પરીણમે છે ને દુર્ગધ પુગળ સુગંધપણે પરીણમે છે. પ્રશ્ન–હે ભગવંત, એમ સુરસ પુગળ દુ રસપણે? ને દુ રસ પુગળ સુ રસપણે પરીણમે છે? ઉત્તર–હે ગૌતમ, હા. એમજ પરીણમે છે. પ્રશ્ન–હે ભગવંત, એમ સુ સ્પર્શ પુગળ દુ સ્પર્શપણે? ને દુ સ્પર્શ પુદ્ગળ સુ સ્પર્શપણે પરીણમે છે? ઊતર-હે ગૌતમ, હા. એમજ પરીણમે છે. પ્રશ્ન–હે ભગવંત, કોઇક દેવતા મહર્ધિક જાત મોટો પ્રભાવવંત છે તે પૂર્વે જે પુદગળ પાષાણાદિક પ્રતે બળે કરી નાંખીને સમર્થ થાય? તેહીજ પાષાણાદિકને પુંઠે ફરીને ધરતીએ પડયા પહેલાં ગ્રહી શકે ?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org