________________
વારૂણેદધિ સમુદ્ર
ર૬] .
૮૪, વારૂણ દધી સમુદ્ર, ૪ તે વારૂણીવર દીપપ્રતે વારૂણોદધી સમુદ્ર વૃત્ત વળીયાકારે જાવત વીટીને રહ્યું છે. સમ ચક્રવાળ સંસ્થીત છે. તેમજ સર્વ કહેવું. પહોળપણે અને પરધીપણે સંખ્યાતા લાખ જોજન છે. (એક કેડ, અઠયાવીશ લાખ જોજન પહોળો છે અને સોળ ક્રેડ, નવ લાખ, ઓગણસાઠ હજાર, નવસે તેત્રીશ જોજન પરિધી છે.) દ્વારાંતર પણ એમજ કહેવું. - વર વેદિકા, વનખંડ, પ્રદેશ, જીવ. એ સર્વ પૂર્વલીપરે કહેવાં. પ્રશ્ન- હે ભગવંત, વારૂણોદધી સમુદ્ર એવું નામ યે અર્થ કહો છો? ઉત્તર–હે ગતમ, વારૂણોદધી સમુદ્રનું પાણી જેમ કે ચંદ્રપ્રભા મદિરા , મણીસીલાકા મદિરા, પ્રધાન સીંધુ, (મઘ વિશેષ) વર ઉત્તમ વારૂણી (મઘ વિશેષ) પત્રને આસવ, (રસ) પુલને આસવ, યુઆને આસવ, ફળને આસવ, મધુ મેરક, (મદ્ય જાતી) જાતવંત રસના મદિરા, ખજુર સાર, ધાખને સાર, કપીસાયન (મદ્ય જાતી) તથા ભલી રીતે પાકે કર્યો જે તાડીનો રસ તે સરખે મઘ વિશેષ તથા ઘણા સંસ્કારે ઘણી વસ્તુના સમોહ યુક્ત પિસ માસે નીપજાવવા યોગ્ય નિપહત કઈ રીતે જેનો અટકાવ ન થઈ શકે, હણાય નહિ, ઘણે કાળે, ઘણા ઉપચારે નીપજાવેલી સૂરા સુધી અમૃત સરખી તથા ઉત્કૃષ્ટ કરી અષ્ટ પ્રકારના પોષ્ટ પીઠે નીપજવેલી સુખે કીધે પ્રધાન કાઈ કર્દમ વિશેષ તે સરખી એલચી પ્રમુખ વરતુ તે કાળી પ્રશ્નરૂપ નિર્મળ પ્રધાન વારૂણી સૂરા અતી રસ યુક્ત જાંબુના ફળ સમાન વર્ણવંત સુજાત ભલી લીગારેક હોઠે પીતાં અવલંબ કરે (મીઠી માટે) અત્યંત મધુર મીઠી પીવા જોગ્ય લગારેક રાતી આંખ કરે (ચડાઈ કરી) કપોળ સ્થળને કોમળ કરે એવી જે મદિરા હીતની કરણહારી અનેહુત અન્યાય કરણ તે અપમ કાર્યની કરણહાર, હર્ષપ્રતે ઉપજાવણહાર સંતોષ વિભ્રમ વિલાસની કરણહાર, વલભ મનની કરણહાર, વિશેષ અધિક સત્યની ઉપજવણહાર એવી મદિરા હોય, સંગ્રામને દેસે તે ઠામે રણસંગ્રામને રસે મદે કરી યુક્ત હદયને કમળની કરણહાર હેય. ઉપસીત કીધીથકી સહકાર (આંબા) ને સુગંધ રસ તેણે દીપાવી સુગંધી ગંધવંત આસ્વાદવા જગ્ય, વિશેષે સ્વાદવા જેગ્ય, શરીરની વૃદ્ધિની કરણહાર, પુષ્ટીની કરણહાર, દર્પની વધારણહાર, કંદર્પની વધારણહાર, સર્વ ઈદ્રી અને માત્ર જે શરીર તેહને પ્રહલાદની કરણહારી સ્વાદવા જેગ્ય, પુષ્ટીકારી મનહર શુભ વર્ણ કરી સહીત, ગંધ કરી સહીત, રસે કરી સહીત, સ્પર્શ કરી સહીત એકવી હોય. ત્યારે ગૌતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, એહવે સ્વાદે વારૂણ દધી સમુદ્રનું પાણી છે ? ઊત્તર–હે ગતમ, એ અર્થ સમર્થ નહીં. વારૂણોદધી સમુદ્રનું પાણી એથકી અત્યંત ઇષ્ટ મનોહર જાવત સ્વાદે કરીને છે. વળી તે વારૂણ દધી સમુદ્ર વારૂણું ને વારૂણીકાંત નામે બે દેવતા મહધિક વસે છે તેણે અર્થે હે ગૌતમ ! વારૂણોદધી નામ છે. જાવત્ નિત્ય સારવતું નામ છે. ચંદ્રાદિક સર્વ જ્યોતિષી સંખ્યાને આકે જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org