________________
[૨૪૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશન–હે ભગવંત, સૂર્યદીપનામા દીપ એહવું નામ યે અર્થે કહીએ? ઉત્તર– હે ગૌતમ, ત્યાંના કમળ સૂર્યની કાન્તિ સરખાં છે જાવત તિવી દેવતા વસે છે સૂર્યનામાં ત્યાં તીષીને ઇંદ્ર દેવતા વસે છે. તેણે અર્થે સૂર્યદીપ એવું નામ કહીએ. પ્રશ્ન–હે ભગવંત, જબુદ્દીપના સૂર્યની સર્વનામે રાધાનીયું ક્યાં છે? ઉત્તર–હે મૈતમ, તેહની રાધાની લવણ સમુદ્રના સૂર્ય દીપને પશ્ચિમ દિસે અને અસંખ્યાતમે જંબુદ્દીપે છે. શેષ સર્વ તેમજ જાત સુર્ય દેવતા ત્યાં વસે છે. પ્રશન–હે ભવાંત, લવણ સમુદ્રની શીખ માંહી જંબુદ્વીપની દીસે ફરે છે તે અત્યંતર લાવણી, ચંદ્રમાના ચંદ્ર દીપ ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ, જબુદીપના મેરૂ પર્વતને પૂર્વ દીસે લવણ સમુદ્ર બાર હજાર જેજન અવગાહી જઈએ ત્યાં અત્યંતર લવણ સમુદ્રના ચંદ્રમાના ચંદ્રદ્ધીપનામાં દીપ છે તે જેમ જબુદ્વીપના ચંદ્રમાના દીપ કહ્યા તેમજ કહેવા. પણ એટલે વિશેષ જે રાધાનીયું અનેરા લવણ સમુદ્રને વિષે કહેવી. શેપ સર્વ તેમજ કહેવું એમ અત્યંતર લવણ સમુદ્રના સૂર્યના દીપ તે પશ્ચિમ દિશે લવણ સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે. તેમજ સર્વ રાધાની પણ કહેવી. પ્રશન-હે ભગવંત, લવણ સમુદ્રની શીખ બાહર અને ઘાતકીખંડ દીસે ફરે છે તે બાહ્ય લાવણી, ચંદ્રમાના ચંદ્રદીપ ક્યાં છે? ઉતર–હે ગૌતમ, લવણ સમુદ્રની પૂર્વ દીસેની વેદિકાથકી લવણ સમુદ્ર પશ્ચિમ દિશે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં બાહરલા લવણું સમુદ્રને ચંદ્રમાના ચંદ્ર દ્વીપ છે. તે દીપ ઘાતકી ખંડ દીસે સાડા અઠયાસી જે જન ને એક જોજનના પંચાણું ભાગ કરીએ એવા ચાળીશ ભાગ એટલા જળ થકી ઉંચા છે અને લવણ સમુદ્ર દીસે બે કેસ જળથી ઉંચા છે. બાર હજાર જોજન લાંબપણે પહોળપણે છે તે દીપે પવવર વેદિકા, વનખંડ, ઘણું સમરમણિક ભૂમિભાગ, મણિપીઠીક, સિંહાસન પરીવાર સહીત તેમજ નામનો અર્થ પુર્વરે કહેવો. તેની રાજ્યધાની બાહરલા લવણ સમુદ્રના ચંદ્ર દ્વીપને પૂર્વ દીસે ત્રીજી અસંખ્યાતમાં અનેરા લવણ સમુદ્રને વિષે છે. શેષ સર્વ તેમ જ કહેવું. પ્રશન–હે ભગવત, બાહરલા લવણ સમુદ્રના સૂર્યના સૂર્યદીપનામા દીપ ક્યાં છે? ઉત્તર– હે ગૌતમ, લવણ સમુદ્રની પશ્ચિમ દિસિની વેદીકાથકી લવણું સમુદ્ર પૂર્વ દીસે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સૂર્ય દ્વીપ છે. જાવત્ ધાતકીખંડ દીસે તે દીપ સાડા અઠયાસી જે જન ને એક જોજનના પંચાણું ભાગ કરીએ એહવા ચાળીશ ભાગ જળ થકી ઉંચા છે અને લવણ સમુદ્રની દિસે બે કોસ જળથી ઉંચા છે. જાવત રાધાની બાહરલા લવણના સૂર્ય દીપથકી પશ્ચિમ દિસે ત્રીછા અસંખ્યાતમે લવણ સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઇએ ત્યાં છે. તેમજ સર્વ પૂર્વપરે કહેવું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org