________________
[૧૮૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
-
--
-
--
--
--
--
--
---
--
-
-
-
એમ કહેથકે આજ્ઞા દીધેથકે હર્ષ સંતુષ્ટ જાવત્ હદય થઈને બે હાથ જોડી આવર્તનરૂપ અંજળી કરીને હે દેવાનું પ્રીયા? જેમ તૂમે કહો છો તેમ કરશું. એમ આજ્ઞાએ વિનયે કરીને વચન સાંભળે, સાંભળીને ઇશાન ખુણે આવે, આવીને વૈકીય સમુધાતે કરીને આત્મ પ્રદેશ શરીરથકી બહીરે કાઢે, કાઢીને સંખ્યાના જનને આત્મ પ્રદેશને દંડ કરીને શુભ પુદ્ગળ સંગ્રહે તે કહે છે. રત્ન ચંદ્રકાંતાદિ ૧. જાવત્ અરીષ્ટ રન ૧૬. એહવા સળ પ્રકારના રત્નના પુગળ તે યથા બાદર પુગળ અસાર છોડે, છાંડીને યથા સુક્ષ્મ ઉત્તમ પુદગળ ગૃહ, ગૃહીને બીજીવાર રૂ૫ નિપજાવવાને પણ વૈક્રીય સમુદઘાત કરે, કરીને એક હજાર ને આઠ સુવર્ણમય કળશ ૧, એક હજાર ને આઠ રૂપાના કળશ ૨. એક હજારને આઠ મણિમય કળશ ૩, એક હજારને આઠ સુવર્ણ, મણિમય કળશ ૪, એક હજારને આઠ ૨૫ મણિમય, કળશ ૫, એક હજારને આઠ સુવર્ણ, રૂપામય કળશ ૬, એક હજારને આઠ રૂપા, સુવર્ણ, મણિય કળશ ૭, એક હજારને આઠ (મંગળકને અથે) માટીના કળશ, ૮, એહવા આઠ જાતીના કળશની વૈૠવણ કીધી. વળી એક હજારને આઠ શૃંગાર, એક હજારને આઠ આરીસા, એક હજારને આઠ થાળ, એક હજારને આઠ પાત્રી, એક હજારને આઠ સુપ્રતિષ્ઠ, એક હજારને આઠ ચીત્ર મને હર રત્નના કરંડીયા. એક હજારને આઠ ફુલની ચંગેરી, જાવંત એક હજારને આઠ મોરપીંછની પુંજણીની ચંગેરી, એક હજાર ને આઠ પુલને પટલ, જાવત એક હજારને આઠ પુંજણના પટલ, એક હજાર ને આઠ સીંહાસન, એક હજાર ને આઠ છત્ર, એક હજાર ને આઠ ચામર, એક હજાર ને આઠ ગેળવૃત તેલના દાબડા. જાવઃ એક હજાર ને આઠ ધુપના કડછા (ભાજન વિશેષ) તે દેવતા વૈવે. તેમાં કેટલાએક સાસ્વતા ને કેટલાએક વિફર્વણના કીધા. તે ભંગાર, કળશ, જાવત ધુપના કડછા (ભાજન) તે પ્રતે લઈને વિજ્ય રાજધાની થકી નીકળે. નીકળીને તેહવી ઉત્કૃષ્ટી જાવત અદ્ભૂત દિવ્ય દેવતાની ગતિએ ત્રીછા અસંખ્યાતા દીપ, સમુદ્ર, મઓ મધ્ય થઈને જાતા થકાં જ્યાં વર પ્રધાન ખીર સમુદ્ર છે. ત્યાં આવે, ત્યાં આવીને ખીરેદક ( ખીર સમુદ્રનું પાણી) લીએ, ખીરઇક લઇને જે ત્યાં ઉપલ, પદ્મ, સુભગ, સુગંધી, પુંડરીક, મહા પૂરીકાદીક પુષ્ક (પુલ) લીએ, લઇને પછે જ્યાં પુષ્કર સમુદ્ર છે ત્યાં આવે, આવીને પુષ્કરોદક (પાણી ) લીએ. પુષ્કરોદક લઇને જે ત્યાં ઉત્પલ, પક્વ, સુભગ, સુગંધ, પુંડરીક, મહા પુંડરીકાદિ પુષ્પ લીએ, લઈને પછે જ્યાં મનુષ્ય ક્ષેત્ર છે. જ્યાં ભરત, ઐરાવત ક્ષેત્ર છે. જ્યાં માગધ ૧. પ્રભાસ ૨. ને વરદામ ૩. નામે ત્રણ તિર્થ છે ત્યાં આવે. આવીને તે તિર્થનાં પાણી લીએ, લઇને તે તિર્થની માટી લીએ, લઇને પછે જ્યાં ગંગા ૧. સીધુ, ૨. રક્તા ૩. ને રક્તવઈ ૪. નામે નદી છે ત્યાં આવે, આવીને તે નદીના પાણે લીએ, લઈને બે તટ (કાંઠા) ની માટી લીએ, લઇને પછે જ્યાં ચુલહીમવંત ને શીખરી નામે વર્ષધર પર્વત છે ત્યાં આવે, ત્યાં આવીને સર્વ તુંબરસ, કષાયરસ, સર્વ ફુલ, સર્વ ગંધ, સર્વ ભલ, સર્વ ગુચ્છા જાવત સવધી લીએ, સરસવ તે સર્વ લીએ, લઇને પછે જ્યાં મોટા પમ ને પુંડરીક નામે બે પ્રહ છે. ત્યાં આવે, ત્યાં આવીને કહનું પાણી લીએ. વળી જે ત્યાં ઉત્પલ ભજવત સહશ્રપત્ર ત્યાંથી લીએ, લઇને પછે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org