________________
વિજય દેવતાની વિજય રાધાનીને અધિકાર.
૧૭
-
“પણે અત્યંત ઉત્તમ નિવડ આશ્ચર્યકારી મનોહર એવો કુટિમ તળ તે ધરતી તળ છે. હાથી, મૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગરમચ્છ, પંખી, વ્યાળ (સર્પ) કિનરનામા વ્યંતર દેવ, ગેંડા, ચમરીગાય, વનહસ્તી, પદ્મલતા, વનલતા પ્રમુખ ઇત્યાદિક આકારે કરી વિચીત્ર મનોહર છે. થંભને વિષે વજરત્નની કુંભી છે. તેણે કરી મનહર છે. ત્યાં વિધ્યાધરના જુગળના ચિત્રામણ છે. સૂર્યના હજારો કીર્ણ તે થકી પણ અધીક તેજ છે. હજારે ગમે રૂપે કરી સહીત છે. તેને કરી દે દિપમાન છે. વિશેષ દે દિપમાન છે. ચક્ષુને પણ જેવા ગ્ય છે. શુભ સુખકારી સંપર્શ છે. મનોહર રૂપ છે. સુવર્ણ, મણિ ને રત્નમય તે સભાના શિખર છે. નાના પ્રકારની પંચવણિ ઘંટાને ધ્વજા તેને કરી શોભાએ સકીર્ણ તે સભા છે. અગ્ર શિખર ધોળા મરિચિ જે કીર્ણ તેના સમુહને મુક્તી તથા ગોશી ચંદન તથા સરસ રક્તચંદન તથા દર્દર તેના પંચાંગુલીયે હાથના થાપા દીધા છે. ચંદનના કળશ જેને વિષે તથા ચંદનનાં ઘડા તેણે ભલી રીતે કીધા જે તોરણ તે પ્રતિદ્વાર બારણાના દેશને ભાગ વિષે છે જેને. તથા હેઠળ ઉપર ભૂમિ ભાગને લગતે વિસ્તારવંત લબો પસાર્યો છે. ફુલમાળાને સમુહ તેને જે ઉપચાર તેણે સહિત છે. તથા કાળાગુરૂ પ્રધાન જે કંદરૂ પ્રમુખ તથા તુરષ્ક એવો જે ધૂપ તેણે મહમહાટ કરતે જે ગંધ તેણે મનોહર છે. તથા ગંધવૃતિ છે ભૂમિ છતાં. અપસરાને સમુદાય તેણે સમેહે કરી સહીત છે. દેવતાના વાજીંત્ર મૃદંગાદિક તેહને સ્વરે કરી સહીત છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાત પ્રતિરૂપ છે, તે સધર્મિ સભાએ ત્રણ દીસે ત્રણ હાર છે. તેમાં એક પુર્વ દિશે, ૧ દક્ષણ દિશે ૨. ને ઉત્તર દિશે ૩. છે. તે હાર પ્રત્યેક પ્રત્યેક બે બે જોજન ઉંચા ઉંચપણે છે. એક જોજન પહેળપણે છે. તેટલા જ પ્રવેશે છે (એટલે ભતિનું જડપણું જાણવું) તે દ્વાર માથે ત ઉત્તમ સુવર્ણના શીખર છે. જાવત વનમાળા પર્યત દ્વારનું વર્ણન પૂર્વપરે જાણવું.
વળી તે કારને આગળે પ્રત્યેક પ્રત્યેક મુખ મંડપ છે. તે દ્વાર મુખ મંડપ સાડીબાર જોજન લાંબપણે છે. સવા છ જોજન પહોળાપણે છે અને કાંઈક બે જોજન ઝાઝેરાં ઉંચા ઉચપણે છે. તે મુખ મંડપ અનેક સત થંભે કરી સહીત છે. જાવત ત્યાં ચંદ્રદય ને ભૂમિ ભાગને વર્ણન પૂર્વપરે જાણવો. તે મુખ માંડવા ઉપરે પ્રત્યેકે પ્રત્યેક આઠ આઠ મંગળક છે. તે કહે છે. સાથીઓ ૧, જાવત્ છ જુગમ ૮. વળી તે મુખ માંડવા આગળ પ્રત્યેક પ્રત્યેક પ્રેક્ષાઘર માંડેવા છે. તે પ્રેક્ષાઘર માંડવા સાડા બાર જોજન લાંબાણે છે. જાવત્ બે જોજન ઉંચા ઉંચપણે છે. જાવંત મણિ પ્રમુખને સ્પર્શ પૂર્વપરે જાણ. વળી તે પ્રેક્ષાધર માંડવાના મધ્યદેશ ભાગને વિષે પ્રત્યેક પ્રત્યેક ખૂણા ચેતરા કહ્યા છે. તે ચોખણા ચેતરાને મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા એક જોજન લાંબી પહોળી છે. ને અર્ધ જે જન જાડ૫ણે છે. તે મણિપીઠિકા સર્વ મણિમય છે. વળી તે મણિપીઠિકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહ્યાં છે. તે સીંહાસનનો વર્ણન પૂર્વપરે જા . જાવત પુલની માળા પર્યત પરીવાર સહીત જાણો. તે પ્રેક્ષાઘર માંડવા ઉપરે આઠ આઠ મંગળક છે, વજા છે. તે ઉપર છત્રા તિ છત્ર છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org