________________
[૧૬૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશ્ન–હે ભગવંત, જંબુદ્વીપનામા દ્વીપ તેનું વિજયનામા દ્વાર ક્યાં છે ? ઊતર– હે ગૌતમ, જબુદીપનામા દીપ ત્યાં મેરૂ પર્વત તેને પૂર્વદીશે પીસ્તાલીશ હજાર
જન જઈએ ત્યાં જ બુદીપનામાં દીપને પુર્વદીશે ને લવણ સમુદ્ર પુર્વદીશના પશ્ચિમ દીશે સીતા મહાનદીને ઉપરે ત્યાં જ બુદ્દીપનામા દ્વીપનું વિજયનામાં દ્વાર છે. તે દ્વાર આઠ જે જન ઉંચું ઉંચપણે છે, ચાર જોજન પહોળપણે છે, ને તેમજ ચાર જોજન પ્રવેશે લાંબપણે છે. વેત વર્ણ છે. ઉત્તમ સુવર્ણનું તો તેનું શીખર છે. ત્યાં હાથી, મૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પંખી, સર્પ, કિન્નરનામા વ્યંતરદેવ, રૂરૂનામાં જીવ, ગે. ચમરીગાય, અષ્ટાપદ, વનલતા, પલતા. ઇત્યાદિક તેણે કરી ચિત્રામે કરી યુક્ત છે. થંભમાથે ઉત્તમ વેદિકા (કુંભી) તેણેકરી સહીત છે. મનોહર છે. વિદ્યાધરના જુગળ તેહના આકાર તેણે કરી તે થંભ યુક્ત છે. સૂર્યના હજારેગમે કીરણ તેના તેજથી અધિક તેનું તેજ છે. હજારોગમે રૂ૫ તેણે કરી સહીત છે, તેજેકરી દે દીપમાન વિશેષે તેજે કરી દે દીપમાન ચક્ષુને જોવા યોગ્ય છે. સુખકારી સ્પર્શ છે. શ્રીક રૂપ છે. વજીરત્નમય તેને ભૂમિ ભાગ છે. અરીઠ રત્નમય પગથીયાંના મૂળ છે. વૈર્ય રત્નમય થંભ છે, સુવર્ણ કરી સહીત ઉત્તમ પંચવર્ણ મણિ રત્ન તેણે કરી તેનું ભૂમિતળ બાંધ્યું છે, હંસગર્ભ રત્નને ભૂમિને ઉંબરે બાંધ્યો છે. ગોમધ્ય રત્નના હેઠલા ટેડલા છે ને ઉલાળો છે. લોહીનાક્ષ રત્નમય બારસાખ છે. જોતિષ રત્નમય બારસાખનાં ઉપરલાં ચાંપણ છે. વૈર્ય રત્નમય કપાટ (કમાડ )છે. વજરત્નમય માંહેલી સંધી જડી છે. લેહતાક્ષ રત્નમય બે પાટીયા વચ્ચે ખીલી છે. નાના મણીય સમુદગક (ચણીયાર) છે, વજરત્નમય ભગળ છે. ને ભેગળનો ઠામ પણ વજી રત્નમય છે. વજરત્નમય આવર્તન પીઠીક ઉલાળ છે. અંકરમય દ્વારના બે પાસા છે. આંતરા રહીત નિવડ અભંગ કમાડ છે. તે દ્વારને બેઉ પાસે ચોખા બેસવાના છપન ત્રીકા ઓટલા છે. (છપન ત્રીકા એટલે એકસો અડસઠ) તે પાસે પણ એકસો અડસઠ ગેમાન રસીક છે. નાના મણિમય સર્પના રૂપ છે. લીળાએ કરી સહીત એવી બે પાસે દ્વારને પુતળી છે. વજી રત્નમય શીખર છે. રૂપામય ઉપર પીઠ છે. સર્વ સુવર્ણમય ચંદ્રયા છે, નાના મણિમય જાળ પંજર વાક્ષ (ગેખ) છે. મણિમય ઉપલે વંશ છે. લેહતાલ રત્નમય પ્રતિવંસ છે. રૂપાય ભૂમિ છે, અંતરત્નમય આડસરના થાંભા છે. ને બીજા પણ થાંભા અંકરનમય છે. જ્યોતિષ રનમય વંસ તે વળા છે. અનેક વેળકા તે ખાપ (ખપેડા છે) તે પણ તિષ ર મ્ય છે. રૂપામય તે ઉપરે પાટી છે. સુવર્ણમય તે વચ્ચે પાતળી છે છે. વજરત્નમય તે વચ્ચે સુક્ષમ તૃણ સમાન આછાદાન હેતુ છે. તે ઉપરે સર્વ શ્રત રૂપામય આછાદાન છે. અંકરન્નમય પક્ષ બહા છે. સુવર્ણના શિખર છે. સુવર્ણમય તે ઉપરે શુભકા છે. ત દક્ષણાવર્ત શંખને ઉપલો ભાગ, નિર્મળ દધીનો પીડ, ગાયનું દુધ, સમુદ્રના ફીણ, રૂપાના પંજ. તે સરખો પ્રોળને પ્રકાશ છે. તીલક રત્ન તથા અર્ધ ચંદ્ર તેણે કરી સહીત અનેક ચીત્રામાં છે. નાના પ્રકારના રત્નની માળા તેણે કરી ધારના મુખ ભીત છે. બાહર ને માંહે સુકુમાળ છે. વળી તે પ્રાળમણે સુવર્ણની વેળુ પાથરી છે. શુભ સ્પર્શ છે. સીક રૂપ છે, જેવા યોગ્ય છે. જાવત પ્રતિરૂપ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org