________________
[૧૦૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
છે. તહાં ભમરાના સમુહ તે કમળ પ્રતે ભોગવતાં રહે છે. તે વાવનું જળ સ્વરૂપે સ્કારિક વર્ણ છે. નિર્મળ એવું જળ તેણે કરી તે વાવ પ્રતિપૂર્ણ ભરી છે. વળી તહાં ઘણા મચ્છ ને કાછબ જળ મધ્યે ભમે છે. વળી અનેક પંખી તીહાં મોહ ક્રિડા કરે છે. શબદ કરી સહીત તીહાં પંખીના મધુર સ્વર છે. એવી વાવ પ્રત્યે તે હાથી દેખે. દેખીને તે મળે પ્રવેશ કરે. પ્રવેશ કરીને તે હાથી ઉષ્ણ વેદના વિસારે. શાંત થાય, તૃષા, ને સુધાને, દાઘવરને, અગ્નીદાહને પણ વિસારે. શાંત થાય ત્યારે તે હાથી નિંદ્રા પામે, પ્રચલા નિંદ્રા પામે, સાતા પામે, સુખ પામે, સંતવ પામે, મતિ બુદ્ધિપ્રત્યે પામે. (સુખ પામવાથી આનંદ માને) ત્યારે તે હાથી સીતળ થાય. રીતળીભૂત કાયા થાય. જળમયે સંક્રમને સાતા ને સંતોષ બહુજ પામે. એ દૃષ્ટતે હે ગૌતમ, અસત કલ્પનાએ કોઇ ઉષ્ણ વેદનાવાળો નારી નરક મધ્યેથી ઉપડે. ઉપડીને એ લોકે મનુષ્ય ક્ષેત્રે અજ્ઞીકાયના ઠામ છે તે કહે છે. લેહના આગર (જ્યાં લોઢું કાઢવાની ખાણ ગાળી ને લેઢાના રસ કરે તે તીવ્ર અજ્ઞીનાં ઠેકાણાં) ત્રાંબાના આગર, તરવાના આગર, શીશાના આગર, રૂપાના આગર, સવર્ણન આગર, કુંભારના નિંભાડાની અણી, તુસ (છડ પ્રમુખ)ની અણી, ખડ પ્રમુખની અણી, ઈંટના નિંભાડાની અણી, કેળના (નળીયાના) નિંભાડાની અણી, લોહારની કેડની અફી, સેલડીના વાડની (ગોળ પચાવવાની ચુલની) અસી, હંડીકા અજ્ઞી, રાંધવાની અણી, સોડીક અલી (મદ્યના અખાડાની અજ્ઞી), તૃણ વિશેષ તેની અણી, તલસરાની અણી, નડને (દાવાનળ) અજ્ઞી, વીહીના તુસની અજ્ઞી. બરી પ્રમુખની અણી. ઇત્યાદિક તાતી (ધગધગતી) અજ્ઞી, ફુલ્યા કેસુ સરખી રીતે વરણે. હજારોગમે કણીયા (તણખા)ને મુક્તી થકી, હજારેગમે વાળા મુતી થકી, હજારોગમે ઇગાળાના સહસ્ત્ર વિખેરતીથકી, એવી ઝાજવલમાન અણી હોય, તે એવી અફીને તે નારકી દેખે. તે અરીને દેખીને જેમ ગીસ્મતુના તાપ તૃષાએ વ્યાકુળ થએલ હાથી સીતળ પાણીએ ભરેલ સરોવર જોઈ આનંદ પામી તેમાં પ્રવેશ કરે, તેમ તે નારકી નરકની ઉષ્ણ વેદનાએ પીડાએલ તે અત્તી જોઈ આનંદ પામી તે મથે પ્રવેશ કરે, ત્યારે તે નારકી ઉષ્ણ વેદનાને વિસારે (શાંત થાય). તૃષાને પણ વિસારે, સુધાને પણ વિસારે, જવરને પણ વિસારે, દાહવરને પણ વિસારે ત્યારે તે નારકી નિંદ્રા પામે, પ્રચળા વિશેષ નિંદ્રારૂપ પામે, સુખ પામે, સંતોષ પામે, રતી પામે, મતિ બુદ્ધિ પામે ઇત્યાદિક સુખ પામે. શીતળીભૂત કાયા થાય. તે નારકી સાતા સુખ બહુલ પામે (જેમ તે હાથી વાવ પામી સુખ પામે તેમ નારકી નરકની અનંત તિક્ષણ અજ્ઞના તાપથી તપ્ત થએલ આ લોકની અણી જોઈ તેને શીતળતા લાગે, તેથી ઉપર કહેલ કામે નાંખ્યા સુખ પામે). એવી નરકને વિષે રહ્યા. નારકી ઉષ્ણ વેદનાવાળા સદાય ઉષ્ણ વેદના ભોગવતાથકા વિચરે (રહે) છે. પ્રશ્ન–હે ભગવંત, પુર્વે જે દહ લેકને વિષે અજ્ઞી વર્ણવી તેની વેદના સરખી નરકે ઉષ્ણ વેદના છે? ઉતર– ગૈાતમ, એ અર્થ સમર્થ નહીં. ઉષ્ણ વેદનાના ધણી નારકી નરકને વિષે એ અનીથકી અનીષ્ટપણે જાત ઉષ્ણ વેદના ભોગવતા થકા વિચરે છે. એ ઉષ્ણ વેદના કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org