________________
[૧૦૬
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
એક મેહર દક્ષિણમાં મળે તેવું વચન માગ્યું. રાજાએ તે સ્વીકાર્યું. તેમાં પહેલે જમવાને વારો બ્રહ્મદત્ત ચક્રવૃત્તિને પિતાને જ ઘેર આવ્યો. રાજાએ ઘણી સારી રસોઈ જમવામાં પીરસાવી, પરંતુ બ્રાહ્મણે હઠ લીધી કે જે ભોજન તમે કરો છો તેજ ભોજન અમને આપે. રાજાએ ઘણું સમજાવ્યો કે ચક્રવૃત્તિનું ભજન બીજાને પચે નહીં માટે તેને આગ્રહ તું છોડી દે. તે છતાં બ્રાહ્મણે તેનું કહેવું માન્યું નહીં ને ઉલટું મેણું માર્યું કે આટલું ભોજન જે રાજા આપી શકતા નથી તે બીજું શું આપશે? એમ કહેવાથી રાજાએ નિરૂપાયે તેના કુટુંબને પિતાનું ભોજન કરાવ્યું. આ ભોજન કરવાથી તે બ્રાહ્મણનું કુટુંબ વિષયથી એટલું બધું વ્યાકુળ થઈ ગયું કે ગમ્યાભ્યને વિચાર પણ ન રહ્યો. વિષયમાં લંપટ થઈ આપસ આપસમાં બેહેન, પુત્રી અને માતા સાથે પણ વ્યભિચાર કર્યો, અને તે ભોજનના તિત્ર નિશામાં તેઓને પ્રાયઃ આખી રાત્રી વિટંબના થઈ.
પ્રાતઃકાળ થયો, ભોજનને નિશા શાંત થયો, ત્યારે બ્રાહ્મણ ઘણે શરમાય તે પિતાની જાતને ધિકારવા લાગ્યો. અકાર્યને પશ્ચાતાપ કરવા લાગે, અને લેકિને મુખ દેખાડવું કે કેમ તેની તેને ભારે ચીંતા થઈ. તેમાં તેને રાજા ઉપર વિશેષ ગુસ્સો થઈ આવ્યો. કે રાજાએ મને જણી જોઇને જ આમ હેરાન કર્યો છે, માટે આ રાજાનું વેર હું ગમે તે પ્રકારે વાળું, એવા ઇરાદાથી તે ત્યાંથી નીકળી જંગલમાં ગયો. ત્યાં કોઈ બકરાં ચારનાર ભરવાડ મળ્યો; તે ભરવાડ લક્ષધી હતા, બેઠાં બેઠાં જે પાંદડપર લક્ષ કરી કાંકરી ફેકતે તેને તે વીંધી નાખત. આ ભરવાડને જે પિતાના મનોર્થ સિદ્ધ થયા જાણી ભરવાડને થોડાક પૈસા આપવા કરી, રાજાની આંખો ફાડી નાંખવાને તે બ્રાહ્મણે નિશ્ચય કર્યો. પછી ભરવાડને સાથે લઈ તે નગરમાં આવ્યું. રાજાની સ્વારી નીકળી
એટલે દૂરથી બ્રાહ્મણે રાજાને બતાવ્યો કે આની આંખો ફેડી નાંખ. તત્કાળ ભરવાડે લક્ષ રાખી તેણે જોરથી બે કાંકરી સાથે ફેંકી તેથી રાજાની બંને આંખો ફુટી ગઈ. રાજાના માણસોએ તે ભરવાડને પકડી લીધે. અને માર મારી મનાવતાં બ્રાહ્મણના શિખવવાથી પિતે આ કાર્ય કર્યું છે એમ તેણે માની દીધું. રાજાના ક્રોધને પાર રહ્યા નહીં. અહા! દુનિયામાં માણસો કેવા કૃતધ્ર છે. કે જેના ઉપર ઉપકાર કર્યો તેના તરફથીજ અપકાર કરાયો !! તેથી રાજાએ બ્રાહ્મણને આખા કુટુંબને મારી નંખાવ્યું પણ તેને ફોધ શાંત થયો નહિ. તેથી અજ્ઞાનથી અંધ થયેલા તે રાજાને કોઇ જાતી ઉપર ગયો. અને બ્રાહ્મણોની આંખો ફાડીને એક થાળ ભરી મને નિરંતર આપે કે જેને ચાળી મસળીને હું મારું વેર વાળી ક્રોધ શમાવું.
એ પ્રમાણે પ્રધાને કહ્યું. તેજ માફક ડા દિવસ તો ચાલ્યું પણ સમજુ પ્રધાને એ તેમ થતું અટકાવી લેહ્માત્મક નામનાં ફળો (ગુંદા) મંગાવ્યા જે આંખના જેવા ચીકાશવાળા અને આકારના હોય છે. તેનો થાળ ભરી રાજાને નિરંતર આપવા લાગ્યા. રાજા તે મસળીને પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. આવી રીતના ભયંકર રોદ્રા પરિણામમાં રાજાએ પોતાના આયુષ્યના અવશેષ સોળ વર્ષ પુરા કર્યા. અને સર્વ સાતસો વર્ષનું આયુષ્ય પુર્ણ કરી તે ચક્રવૃત્તિ રાજા બ્રહ્યદત્ત સાતમી નરક ગયો. એ પાંચમો મહાપુરૂષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org