________________
૧૦૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
છે, માટે જેમ સત્ય તેમ કહી આપી, આ વિવાદનો નિર્ણય કરી આપે. ત્યારે કુમતિથી પ્રેરાઈ દુર્બુદ્ધિ રાજાએ અજને અર્થ ગુરૂએ બકરો કહ્યો છે તેવી ખોટી સાક્ષી આપી. આ સાલી આપતાંજ નજીકમાં રહેલા કોઈ વ્યંતર દેવે તત્કાળ વિશુરાજાને શિંહાસન પરથી નીચે પાડી નાંખ્યો અને પછાડીને મારી નાંખ્યો. તે રૂદ્રધાને મરી સાતમી નરકે ગયો. અસત્ય બોલનારા પાપીને તેનું પાપ ફળીભૂત થયું. એમ કહી નારદ ત્યાંથી ચાલ્યો ગયો. સભાના લેકે એ ફિટકાર આપેલો પર્વતક પણ ત્યાંથી ચાલ્યો ગયો; અને અધ્યાપી પર્યત જુદી સાક્ષી આપનાર વસુરાજાની અપકિર્તિ દુનિયામાં ફેલાતી રહી. એ ત્રીજો માહ પુરૂષ. ચોથા મહા પુરૂષની કથા પ્રથમ સાથે આવેલ છે.
૫. બ્રહ્મદત્ત ચક્રવૃત્તની કથા. કાપલ્ય નગરના બ્રહ્મરાજાની ચલણી રાણીએ ચઉદ સ્વમ સુચિત એક પુત્રને જન્મ આપે. તેનું નામ બ્રહ્મદત્ત રાખવામાં આવ્યું. રાજાએ ઘણું હર્ષથી પુત્ર જન્મોત્સવ કર્યો. આ બ્રહ્મ રાજાને કાશી દેશને કટક રાજા, હરતીનાપુરને કરેગુદત રાજા, કેશળ દેશને દીર્ધપુષ્ટ રાજા, અને ચંપાને પુષ્પગુલ રાજા. એમ ચાર રાજા મિત્રો હતા. જ્યારે બ્રહ્યદત કુમાર બાર વર્ષની ઉમરને થશે ત્યારે અકસ્માતા શળના રોગથી બ્રહ્મરાજા પરલોક ગયો. બ્રહ્મદત્તકુમાર ના હોવાથી ચાર મિત્રોએ અકેક વર્ષ વારાફરતી તેના રાજ્યનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. અનુક્રમે દીર્ધપૃષ્ટ રાજા રાજ્ય રક્ષણ કરવા માટે એક વર્ષ ત્યાં આવ્યો. તે અંતેઉરમાં કાર્ય સગે જતા આવતાં ચૂલણું રાણી સાથે વિશેષ પ્રીતિ થઇ અને કર્મ કરી નિરંકુશપણે તેઓ અકાર્ય કરવામાં દેરાયા; એ વાતની ખબર રાજ્યના મહાન થંભાતુલ્ય ધનુ નામના મંત્રી (પ્રધાન) ને થઈ. એટલે તેણે પોતાના પુત્ર વરધનુને બ્રહ્મદત્ત કુંવરને અવસરે તેની માતા અને દીર્ઘપષ્ટ રાજાનું અકાર્ય જણાવવા સમજાવ્યું, તેથી વધુનુએ કુંવરને અવસરે માહિતગાર કર્યો. સંસામાં સમજાવવા માટે હંસી અને કાગડાના સંયોગવાળું જેવું બનાવી શુળીથી વીધી નાંખી પિતાની માતા અને દીર્ઘપુષ્ટને કુમારે તે બતાવ્યું, અને વિશેષમાં જણાવ્યું કે આવા અકાર્ય કરનારને અન્યાય હું સહન નહીં કરતા જીવથી મારી નાંખીશ. બાળ ચેષ્ટાવાળા પણ મહાન ગંભીર અર્થ સુચક આ વાક્યોથી દિર્ઘપૃષ્ટ ચમક અને કુંવર મને નકી મારી નાખશે એવા ઇરાદાથી તેણે કુમારની માતા ચુલણી રાણીને સમજાવ્યું કે જે તારે મારી જરૂર હોય તો આ કુમારને તું ગમે તે પ્રકારે મારી નંખાવ. વિષયમાં અંધ થએલી પ્રેમાળ પણ અત્યારે શત્રુરૂપ થએલી માતાએ એ વચન સ્વીકાર્યું અને લાખ (જોગણી)ને મહેલ ચણવી નવોઢા રાણુની સાથે તેમાં રહેવાને કુમારને તેની માતાએ આજ્ઞા આપી ધનુમંત્રી પ્રધાન આ સર્વ બીનાને ગુપ્ત રીતે માહિતગાર હોવાથી કુમારનો બચાવ કરવા માટે વૃદ્ધાવસ્થામાં ધર્મધ્યાન કરવું જોઈએ, એમ દીર્થ રાજાને સમજાવીને કહ્યું કે હવે મારાથી રાજ્યના કાર્યો નહીં બની શકે એ પ્રમાણે કહી રાજ્ય કાર્યોથી ફરક થયો, અને નદી કિનારે દાનશાળા બંધાવી ધર્મ કરતો થકે ત્યાં રહ્યો.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org