________________
વિશુરાજાની કથા
૧૦૩]
થઈ તેણે ત્યાગ માર્ગનો વીકાર કર્યો. ને અનુક્રમે શુભ અધ્યવસાયે આયુષ્ય પૂર્ણ કરી દેવગતિ પામ્યો.
રાજા મરણ પામ્યા બાદ વશ, રાજા થયે. પર્વતક ઊપાધ્યાય પદ ઉપર આવ્યો અને નારદ કોઈ બીજે ઠેકાણે ચાલ્યો ગયે.
વસુરાજા સત્ય બેલત હતા અને સત્યવાદી તરીકે તેની દુનિયામાં પ્રખ્યાતિ થઈ હતી. એક સ્વચ્છ સ્ફટિક રત્નની શિલાનું આસન બનાવી તેના ઉપર સિંહાસન સ્થાપન કરી વસુરાજા સભામાં તે પર બેસતો હતો. લોકે અતિ સ્વચ્છતાને લઇને તે આસનને જોઈ શકતા નહતા તેથી સત્યના પ્રભાવે દે આ રાજાનું સિંહાસન આકાશમાં અધર રાખે છે એવી દુનિયામાં પ્રખ્યાતિને પામે.
એક દિવસ નારદ પર્વતકને ઘેર આવ્યા. ત્યારે પર્વતક વેદ સંબંધી શિષ્યો આગળ વ્યાખ્યા કરતા હતા, તેમાં જ્યાં અજ શબ્દ આવ્યો ત્યારે પર્વતકે બકરાને હેમવા એવોઅર્થ કર્યો. ત્યારે નારદે કહ્યું ભાઈ તારી ભૂલ થાય છે. કેમકે ગુરૂજીએ અજ શબ્દ ત્રણ વરસની જુની ડાંગર (કમોદ વહિ.) કહી છે કેમકે “ર નાચતે તિગનઃ ” જે વાવી થકી ફરીવાર ઉગે નહિ તે અજ કહેવાય. અને અર્થ બકરે પણ થાય છે છતાં અહી તેને ગણ અર્થ લેવાને છે. ગુરૂ ઉપદેશક હતા; શ્રુતિ પણ ધર્મ કથન કરનારી છે તે અજને અર્થ બકરે લઈ આવો અનર્થ કરી ગુરૂ અને શ્રુતિને તારે દૂષિત કરવી જેતી નથી. એમ નારદે કહ્યું તેથી પોતાના વચન ઉપર શિષ્યોને અપ્રતિતી થશે તેમ જાણે પર્વતકે ગુસ્સે થઈ કહ્યું કે–ખરે અર્થ બકરે છે. અને ગુરૂએ પણ એમજ કહ્યું છે. આપણે તેને નિર્ણય કરીએ. તેમાં સરત એટલી કે જે જુઠે પડે તેની જીભ કાપવી. માટે આ અર્થ કરવામાં આપણે સહધ્યાયી વસુરાજા પ્રમાણ છે. નારદે પણ તેમ કરવા કબુલ કર્યું. એ વાતની ખબર પર્વતની માતાને પડી. તેથી પર્વતકની માતાએ પર્વતકને ગુપ્તપણે તેને ઘણો સમજાવ્યું કે બેટા મેં પણ તારા પિતાના મુખથી ત્રણ વરસની ડાંગર (સાળ) એ અર્થ સાંભળ્યો છે, માટે નારદ પાસે માફી માગ. કેમકે વશુરાજા સત્ય બોલશે. માટે આમાં તારા જીવનું જોખમ થશે. પર્વતકે કહ્યું ગમે તેમ થાઓ પણ હું તે હવે પાછા ફરવા નથી.
પુત્ર સ્નેહથી તેની મા વશરાજ પાસે ગઈ. એકાંતમાં પુત્રને તથા નારદને સંવાદ કહ્યો, અને તેણે હઠ કરી ગમે તેમ થાય પણ ગુરૂ પુત્રને પ્રાણુભિક્ષા આપવાનો આગ્રહ કર્યો. વસુરાજા સત્યવાદી હતો તેથી પ્રથમ તે જુઠી સાક્ષી ભરવા ઘણી આનાકાની કરી પણ દાક્ષિણ્યતાથી, સ્ત્રીના આગ્રહથી અને ગુરૂ પુત્રના સ્નેહથી તેણે તે વાત અંગીકાર કરી. ખરેખર મેહથી મોહિત થયેલા છો કસોટીના અવસરે દ્રઢ રહી શકતા નથી. તેમજ પિતાની ખ્યાતિને પણ ખ્યાલ કરતા નથી. હવે વશુરાજાએ હા પાડવાથી ખુશી થઈ ગુરૂપત્નિ ઘેર ગઈ. પ્રાતઃકાળમાં પર્વતક અને નારદ સભામાં આવ્યા અને પિતપિતાને વિવાદ કહી સંભળાવ્યો. તેથી સભાના લેકાએ કહ્યું મહારાજ (વસુરાજા) તમે સત્યવાદી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org