________________
નાકીનો બીજો ઉદેશે,
જાડ૫ણે છે. તે મળે ઉપરથી એક હજાર જોજન અવગાહીએ (મુકીએ) ને હેઠે પણ એક હજાર જે જન વિરજીએ મધ્યે એક લાખ ને અતેર હજાર જેજના પીંડમાં ત્યાં રત્ન પ્રભા પૃથ્વીનાં નારકીના ત્રીસ લાખ નરકાવાસા છે એમ અનંતા તિર્થંકરે કહ્યું છે. તે નરકા વાસા માંહે ગોળ છે. ને બાહર ખુણ છે. જવતુ અશુભ નરકને વિષે વેદના છે. એમ એણે અભિપ્રાયે સર્વ પૃથ્વીને વિષે નારકાવાસાના આળાવા કહેવા. અને વિશેષે શ્રી પનવણજી સુત્રના સ્થાનપદને અનુસાર જાણવા. વળી જે નરક જેટલા નરકાવાસા છે તે નરકે તેટલા કહેવા. એમ જાવંત સાતમી નરક પર્યત કહેવા. પ્રશ્ન- હે ભગવંત, સાતમી નરકે કેટલા ઉત્કૃષ્ટા મોટા મોટું છે. આલય-ઠેકાણું જેનું એવા નરકાવાસા છે ? ઉતર––હે ગૌતમ, જેમ થી પનવણાજી સત્રના સ્થાન પદને વિષે કહ્યું છે તેમજ જાણવું પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ નરકાવાસા કયે સંસ્થાને (આકારે) છે? ઉતર– હે ગીતમ, બે પ્રકારે કહ્યા છે. આવલીકાબંધ, તે પંક્તિબંધ ૧ અને બીજા પંક્તિબંધ રહેત. (પુફાવિકરણ) તે છુટા કહીએ ૨, તહાં જે પંકિતબંધ નરકાવાસા છે તે ત્રણ ભેદે છે. ગોળ ૧, ત્રીખુણિયા ૨, ને ચૈસા ૩. ને જે પંક્તિ બાહરલા નારકાવાસા છે તે વિવિધ પ્રકારને સંસ્થાને સંસ્થીત છે. લેહના કાઠાને સંસ્થાને, મદિરા કરવાના કામને સંસ્થાને, રસોઈ કરવાના રસોડાને સંસ્થાને, લેઢીને સંસ્થાને, લેહ કડાઇને સંસ્થાને, થાળીને સંસ્થાને, મોટા હાંડલાને સંસ્થાને, તાપસના અડવલાને સંસ્થાને, લેધુ માંદલને સસ્થાને, મોટા માંદલને સંસ્થાને, નંદીમુખ માંદલને સંસ્થાને, (જે માંદલ મએ બાર વાછત્ર વાજે તે નંદીમુખ માંદલ કહીએ.) માટીની દડદડીને સંસ્થાને, સુકા ઘંટાને સંસ્થાને, (સુષા ઘંટા દેવલોકમાં છે.) મોટી દડદડીને સંસ્થાને, ભાંડના ડાકલાને સંસ્થાને, મોટા ઢોલને સંસ્થાને, ભેરીને સંસ્થાને, ઝાલરને સંસ્થાને, કુતબકને સંસ્થાને, નાલને સંસ્થાને સથિત છે. એમ જાવત છઠી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, સાતમી નરકે નરકાવાસા કયે સંસ્થાને છે? ઊત્તર–હે ગીતમ, બે પ્રકારના સંરથાને છે. એક નરકાવાસ મધ્યનો વૃત્તાકારે (વાટલા ગોળ આકારે) છે ને ચાર વિખુણાકારે છે.)
પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ નરકાવાસા જાડપણે કેટલા છે? ઉતર–હે ગૌતમ, ત્રણ હજાર જેજના જાડાપણે છે, તે મધ્યે એક હજાર જેજનને હેડે પીંડ છે ને એક હજાર જેજન મધ્યે પિલા છે ને એક હજાર જોજન ઉપરે સંકુચિત ગોમટરૂપ છે. એમ જાત સાતમી નરક પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ નરકાવાસા કેવડા લાંબાણે, પહેળપણે ને કેવડા પરિધિએ ફરતા છે?
- 12
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org