SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દ્રવ્યથીઃ નીચી દૃષ્ટિ રાખી ચાલે. (૨) ક્ષેત્રથી : દેહ પ્રમાણે (૩ી હાથ) આગળ જોઇને ચાલે. (૩) કાળથીઃ દિવસે જોઈને અને રાત્રે પોંજીને ચાલે. (૪) ભાવથી : રસ્તે ચાલતાં નીચે પ્રમાણે ૧૦ બોલ વર્જે (રસ્તે ચાલતાં બીજા કામ કરવાથી ઉપયોગ શૂન્યતાને લીધે બરાબર યતના જળવાતી નથી.) (૧) શબ્દ : વાર્તાલાપ કરે નહિ, સાંભળે નહિ. (૨) રૂ૫ : શૃંગાર તમાશાદિ જુએ નહિ. (૩) ગંધ : કોઈ વસ્તુ સુંઘે નહિ. (૪) રસ : કોઈ વસ્તુ ચાખે નહિ. (૫) સ્પર્શ : કોમળ, કઠણ કે શીત, ઉષ્ણાદિ સ્થાનમાં પરિણામ ચંચલ રાખે નહિ. (૬) વાચના : પઠન કરે નહિ. (૭) પૃચ્છના : પ્રશ્ન પૂછે નહિ. (૮) પરિવર્તના શીખેલું ફરી ગોખે નહિ. (૯) અનુપ્રેક્ષા: સંભારે નહિ. (૧૦) ધર્મકથા : ઉપદેશ કરે નહિ. |(૨) ભાષા સમિતિ યિતના પૂર્વક બોલે તેના ૪ પ્રકાર : (૧) દ્રવ્યથી : કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, હિંસક, પીડાકારી, સાવધ, મિશ્ર, ક્રોધકારક, માનકારક, માયાકારક, લોભકારક, રાગકારક, દ્વેષ કારક, અપ્રતીતકારી, અને વિકથા એ ૧૬ પ્રકારની ભાષા બોલે નહિ. (૨) ક્ષેત્રથી : રસ્તે ચાલતાં વાર્તાલાપ કરે નહિ. (૩) કાળથી : પહોર રાત્રિ વીત્યા પછી મોટા અવાજે બોલે નહિ. (૪) ભાવથી : દેશ કાલ ઉચિત સત્ય, તથ્ય, પથ્ય વચન બોલે. (૩) એષણા સમિતિ { (૧) શધ્યા (સ્થાનિક), (૨) આહાર, (૩) વસ્ત્ર, (૪) પાત્ર નિર્દોષ ગ્રહણ કરે તેના ૪ ભેદ : (૧) દ્રવ્યથી : ૪૨, ૪૭ તથા ૯૬ દોષરહિત શયાદિ ચારે વસ્તુ ભોગવે. ( ૯૬ દોષ ઉદગમનના ૧૬ દોષ ૧. દલિમ - સમુચ્ચયે સાધુ માટે બનાવેલ આપે તે આધાકર્મી. ૨. સર્ષ - એક સાધુને ઉદ્દેશીને બનાવેલ તે ઉદ્દેશિક. રૂ. પુતિ - ગૃહસ્થ નિમિત્તે બનેલા આહારમાં સાધુ નિમિત્તે બનાવેલા આહારમાંથી એક કણ પણ પડી ગયો હોય તો તે પણ લેવો કલ્પ નહિ. ૪. મિશ્ર - ગૃહસ્થ અને સાધુ માટે ભેગું બનાવે તે મિશ્ર ૫. વI - આ ચીજ તો સાધુને જ આપીશ એમ સ્થાપન કરી રાખે ૬. પાડિયા - કાલે સાધુજી ગોચરી કરવા આચાર્ય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy