SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્ર આશ્રિત - ઊંચા લોકમાં ૪ સિધ્ધ થાય. નીચા લોકમાં ૨૦ સિધ્ધ થાય. તિષ્ણુ લોકમાં ૧૦૮ સિધ્ધ થાય. સમુદ્રમાં ૯ ૨, નદી પ્રમુખ સરોવરમાં ૩, પ્રત્યેક વિજયમાં અલગ અલગ ૨૦ સિધ્ધ થાય (તો પણ ૧૦૮ થી અધિક એક સમયમાં સિધ્ધ ન જ થાય.) મેરુ પર્વત પર ભદ્રશાલવન, નંદનવન, સોમનસવનમાં ૪, પંડગવનમાં ૨, અકર્મભૂમિના ક્ષેત્રમાં ૧૦, કર્મભૂમિનાં ક્ષેત્રમાં ૧૦૮, પહેલા બીજા અને પાંચમાં છઠ્ઠા આરામાં ૧૦-૧૦, ત્રીજા ચોથા આરામાં એક સમયમાં ૧૦૮ સિધ્ધ થાય. ઉપર સિધ્ધ હોવાની જે સંખ્યા દર્શાવી છે તે એક સમય આશ્રી જાણવી. અવગાહના આશ્રિત :-જઘન્ય બે હાથની અવગાહનાવાળા એક સમયમાં ૪ સિધ્ધ થાય. મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા એક સમયમાં ૨ સિધ્ધ થાય. સિધ્ધ કેવી રીતે થાય?- અઢીદ્વીપમાં રહેલાં ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યો કે જેમણે આઠે કર્મ ક્ષય કર્યા હોય તે ઔદારિક, તૈજસ તેમજ કાર્મણ શરીરને સર્વથા ત્યાગીને જેમ એરંડાનું બીજ ઉપરનું પડ તૂટવાથી ઊછળે છે તેમ જીવ શરીર વિમુક્ત થવાથી મોક્ષ સુધી પહોંચે છે. જેમ પથ્થરથી બાંધેલ તુંબડું પાણીમાં ડૂબેલું હોય તે બંધન છૂટવાથી પાણીની ઉપલી સપાટીએ પહોંચે છે તેમ કર્મબંધન છૂટવાથી ઉર્ધ્વ ગમન કરી જીવ સિધ્ધ ક્ષેત્રમાં સમશ્રેણીએ એક સમયમાત્રમાં પહોંચી જાય છે. જેટલા આકાશ પ્રદેશને તે જીવે અવગાહ્યા હોય તે સિવાયના અન્ય શ્રેણીના આકાશ પ્રદેશોને સ્પર્યા વિના વાંકી ગતિરહિત સીધા મોક્ષમાં જાય છે. સંસારાવસ્થામાં દૂધ અને પાણીની જેમ આત્મ પ્રદેશ અને કર્મપ્રદેશ મળેલા હોય છે. જ્યારે સિધ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ પ્રદેશ ભિન્ન થઈ જાય છે. અને કેવળ આત્મપ્રદેશ જ રહે છે. તે ઘનરૂપ બની જાય છે ત્યારે અહીંના શરીરથી ત્રીજો ભાગ કમ સિધ્ધ અવસ્થામાં આત્મપ્રદેશની અવગાહના રહે છે. જેમકે અહીંથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિધ્ધ થયા છે તેમની ૩૩૩ ધનુષ્ય ૩ર અંગૂલની અવગાહના રહે છે. જે સાત હાથના શરીરવાળાં • અકર્મભૂમિનાં ક્ષેત્રો કે પર્વતોમાં કોઈ સાહરણ કરી સમુદ્ર, નદી, સરોવરમાં નાખે, તે ત્યાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જઈ શકે છે. શ્રી જૈન તત્વ સાર [૬૫ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy