SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક અગ્રમહિષીને ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર હોય છે. ચાર હજાર સામાનિક દેવ છે. સોળ હજાર આત્મરક્ષક દેવ છે. આત્યંતર પરિષદના ૮૦૦૦ દેવ છે. મધ્ય પરિષદના ૧૦,૦૦૦ દેવ છે. અને બાહ્ય પરિષદના ૧૨,૦૦૦ દેવ છે. ૭ પ્રકારની સેના છે, બીજો પણ ઘણો પરિવાર છે. પૂર્વોપાર્જિત પુણ્યોનાં ફળો ભોગવી રહ્યા છે. ઉપર પ્રમાણે ૯૦૦ યોજન ઉપર અને ૯૦૦ યોજન નીચે એમ કુલ ૧૮૦૦ યોજનમાં તિર્થાલોક છે. તેનું વર્ણન સંપૂર્ણ થયું. મેરુ પર્વતે ત્રણે લોક સ્પર્ધા છે. તે ૧૦૦ યોજન અોલોકમાં ૧૮૦૦ યોજન તિÁલોકમાં અને ૯૮૧૦૦ યોજન ઉર્ધ્વલોકમાં છે. ઉર્ધ્વ (ઊંચા) લોકનું વર્ણન શનિશ્ચર વિમાનની ધ્વજાથી ૧।। ૨જુ ઉ૫૨ ૧૯॥ ઘનરજ્જુ જેટલા વિસ્તારમાં વનોદધિના આધાર પર લગડાને આકારે જંબૂના મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પહેલું ‘સુધર્મ’ અને ઉત્તર દિશામાં બીજું ‘ઇશાન’ દેવર્લોક છે. આ બંને દેવલોકમાં ૧૩-૧૩ પ્રતર છે. – તેમાં પાંચસો પાંચસો યોજનનાં ઊંચા અને ૨૭૦૦ યોજનનાં ભોંયતળિયાવાળાં પહેલા દેવલોકમાં ૩૨ લાખ વિમાન છે. અને બીજા દેવલોકમાં ૨૮ લાખ વિમાન છે. પહેલા દેવલોકના ઇંદ્રનું નામ શક્રેન્દ્ર છે. તેને આઠ અગ્રમહિષી છે. અને બીજા દેવલોકના ઇશાનેન્દ્રને પણ આઠ અગ્રમહિષી છે. પ્રત્યેક ઇંદ્રાણીને સોળ સોળ હજાર દેવીઓનો પરિવાર છે. પહેલા દેવલોકના દેવતાનું જઘન્ય ૧ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૨ સાગરનું આયુષ્ય છે. તેની પરિગ્રહિતા દેવીનું જઘન્ય ૧ પલ્ય, ઉત્કૃષ્ટ ૭ પલ્યોપમનું આયુષ્ય છે. બીજા દેવલોકના દેવોનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું ઉત્કૃષ્ટ ૨ સાગરોપમ ઝાઝેરું આયુષ્ય છે. તેની પરિગ્રહિતા દેવીનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું અને ઉત્કૃષ્ટ ૯ પલ્યોપમ ઝાઝેરું આયુષ્ય છે. અહીંથી ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી. ઉપરના બંને દેવલોકની એક રજ્જુ ઉ૫૨ ૧૬॥ ઘનરજ્જુ વિસ્તારમાં ઘનવાતને આધારે દક્ષિણ દિશામાં ત્રીજું ‘સનકુમાર’ અને ઉત્તરમાં ચોથું = જેમ મકાનમાં માળ (Floor) હોય તેમ દેવલોકમાં પ્રતર છે. જેમ માળની અંદર ઓરડા હોય છે તેમ દેવલોકમાં વિમાન છે. ૫૬ સિદ્ધ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy