SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન ત્તત્વસાર ઉદ્ભવન પરમ સ્થાન એવા મોક્ષને મેળવવા (૧) મનુષ્ય ભવ (૨) સૂત્ર શ્રવણ (૩) ધર્મપ્રત્યે શ્રધ્ધા અને (૪) સંયમ માર્ગમાં શક્તિ ફો૨વવી. આ ચાર પરમ અંગ જીવને મળવા અતિ દુર્લભ છે. અનંતા જન્મ મરણના ફેરા ફર્યા બાદ કોઈ પ્રબળ પૂણ્યોદયે, આર્યક્ષેત્ર, મનુષ્ય જન્મ, ઉત્તમકુળ, નિરોગી શરીર સાથે જિનવાણીનું શ્રવણ અને સદ્ગુરુનો સમાગમ વિગેરે સંયોગો મળ્યા છે. તેથી આ જન્મમાં મોક્ષમાર્ગ મેળવવાનું મુખ્ય લક્ષ નક્કી ક૨વાનું છે. જે દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવળી પ્રરૂપીત દયામય ધર્મની આરાધનાથી સહજ અને સરળ બને છે. શ્રી જૈન આગમોધ્ધારક દિવાકર આચાર્ય સ્વ. શ્રી અમોલખૠષિજી મ. સા. લિખિત જૈન ગ્રંથોના અર્ક સમાન “શ્રી જૈન તત્ત્વ પ્રકાશ” સહુ પ્રથમ ૧૯૧૪ માં પ્રકાશીત કરેલ. લગભગ ૮૫૦ પાનાનું દળદાર પુસ્તક આજના Short & Sweet ના જમાનામાં વાંચવાનું મુશ્કેલ બની જાય, અને જિજ્ઞાસુઓ તત્ત્વ જ્ઞાનથી અપરિચિત ન રહે તેવા શુભાશયથી બા.બ્ર.પૂ.શ્રી. નિરંજન મુનિજીએ અમારી ભાવના અનુસાર સંક્ષિપ્તીકરણ કરીને ૪૦૦ પાના આસપાસ કરવા ખૂબ જહેમત ઉઠાવી કાર્ય કરેલ છે. તે બદલ હું પૂજ્યશ્રીનો હૃદયપૂર્વક ઋણી છુ. “શ્રી જૈન તત્ત્વસાર” પુસ્તકના સંકલનનું કાર્ય પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત અને અન્ય જે કાંઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે શુદ્ધિ વિગેરેનું કાર્ય યુવા પ્રણેતા બા.બ્ર.પૂ.શ્રી. ધીરજમુની મ.સા. એ વિવિધ પ્રવૃત્તિ વચ્ચે જે ક૨ી આપ્યું તેમજ પ્રત્યક્ષ, પરોક્ષ જે માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે તે બદલ તેમનો હું સદાનો ઋણી છું. દરેક ધર્મની અલગ અલગ ઓળખ હોય છે. જેમ કે હિંદુઓમાં ગીતા, ક્રિશ્વનોમાં બાઈબલ, મુસ્લીમોમાં કુરાન, સ્વામી નારાયણમાં શિક્ષાપત્રી, શીખોમાં ગુરુગ્રંથ સાહિબ, તેમ જૈન ધર્મમાં આગમ શાસ્ત્રો છે. આ આગમોનો અભ્યાસ કરનાર શ્રાવકો નહિવત હશે. પ્રત્યેક જૈનોનાં ઘરમાં આગમો હોય તે ઈચ્છાવા યોગ્ય છે. પરંતુ સંયોગોની પ્રતિકૂળતાના કારણે ન હોય તો જૈન ધર્મના હાર્દ સમાન “શ્રી જૈન તત્ત્વસાર” પુસ્તક તો અવશ્ય હોવું જોઇએ, જે પોતાના ઉચ્ચ સંસ્કાર અને ઉર્ધ્વગમન માટે નિમિત્ત સમાન છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy