SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી જૈન તત્ત્વસાર | જૈન શાસનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ આ પ્રમાણે છે. સુદેવ - સુગુરૂ સુધર્મનાં સ્વીકાર સુદેવઃ કર્મશત્રુને હણનાર, મોહ-અજ્ઞાનાદિ અઢારદોષથી રહિત, સર્વગુણ કરી સહિત, ૩૪ અતિશય આદિ લોકોત્તર વૈભવથી યુક્ત, કેવલજ્ઞાન-કેવલદર્શનના ધારક ધર્મતીર્થના સ્થાપક, વીતરાગ ભગવંત શ્રી અરિહંત પરમાત્મા તથા સિદ્ધ પરમાત્મા .... સુગુરૂ નિગ્રંથ (પરિગ્રહ રહિત), કંચન કામિનીના ત્યાગી, પંચમહાવ્રતના પાલક, છ કાયજીવોના રક્ષક, દ્રઢપણે જિનાજ્ઞાના સમર્થક, દ્રવ્ય - ક્ષેત્ર કાલ - ભાવાનુરૂપ ઉત્તમ ચારિત્રધર્મના આરાધક, સાધુજીનો ૨૭ ગુણે કરી સહિત સાધુ - સાધ્વીજી ભગવંતો ... સુધર્મ : કેવલીભાષિત અહિંસા - સંયમ - તપમય, જીવદયાપ્રધાન, વિનયમૂલક, આત્મા અને કર્મનું જ્ઞાન કરાવવા વાળા શાસ્ત્ર ધર્મતત્ત્વ છે. - ઉપરોક્ત સુ-ત્રયીનો આદરપૂર્વક સાનંદ સ્વીકાર કરવો તથા કુદેવાદિનો ત્યાગ કરવા ઉત્સુક રહેવું તેને સખ્યત્વ કહેવાય. આજથી મારી ધારણા : ધર્મ ત્યાગમાં છે ભોગમાં નથી, ધર્મ વ્રતમાં છે અવ્રતમાં નથી, ધર્મ પરમાત્માની આજ્ઞામાં છે - આજ્ઞા બહાર નથી, ધર્મ અમૂલ્ય છે પૈસાથી ખરીદી ન શકાય, ધર્મ હદય પરિવર્તનમાં છે – જબરજસ્તીમાં નથી, હું જૈન છું તેનું મને અત્યંત ગૌરવ છે. મેં શુદ્ધ સમક્તિ સ્વીકાર્યું છે. તેથી આજથી મને કુદેવ - કુગુરુ - અને કુધર્મને ધર્મબુદ્ધિપૂર્વક માનવાના પચ્ચકખાણ છે. આગાર : કોઈ અનિવાર્ય પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારના વહેવાર પ્રસંગે આગાર જૈન ધર્મ સિવાય કોઈપણ અન્યધર્મી ક્રિયા - અનુષ્ઠાનો - વ્રત વિગેરે કરવા નહીં. રાંદલ તેડવા, લીલ પરણાવવા, પારાયણ, કથા કરાવવી વિગેરે મિથ્યાપ્રવૃત્તિ કરીશ નહીં. જે ગૃહસ્થ હોય તેનાથી કોઈ જ્ઞાન મળ્યું હોય તો તેને જ્ઞાનદાતા ગણીશ પણ તેને ધર્મગુરૂ માનીશ નહીં. ભક્તામર, નમસ્કારમંત્ર, માંગલિક વિગેરેના સ્મરણ કે શ્રવણ પાછળ ભૌતિક લાભની કે ભૌતિક દુઃખ દૂર થાય તેવી આશા રાખીશ નહીં, પરંતુ ગુણવાન આત્માઓ પ્રત્યે ભક્તિ બહુમાન રાખીશ તથા એ ચાર શરણાજ સાચા છે તેવા ભાવ રાખીશ. મંત્ર-તંત્ર, દોરા-ધાગા, માદળીયા કરીશ નહીં, કરાવીશ નહીં, ગાઢાગાઢ કારણે કરાવવું પડે તો તેને ધર્મ માનીશ નહીં. સર્વ ધર્મ સમાન માનીશ નહીં. કોઈપણ દેવ દેવીની માળા ગણીશ નહીં. જીવહિંસાવાળા હોમ-યજ્ઞમાં ધર્મ માનીશ નહીં. સંવત્સરી, ચોમાસીપાખી, વિગેરે ધર્મ પર્વ માનીશ, શીતળા સાતમ, જનમાષ્ટમી, રામનવમી, નાગપંચમી વિગેરેને ધર્મ પર્વ માનીશ નહીં. નિયમ : સુદેવની આરાધના માટે દરરોજ નમસ્કાર મહામંત્રની બાધી માળા ગણવી. સુગુરૂની આરાધના માટે દરરોજ ગુરુવંદન કરવા, ઉપાશ્રય જવું ગુરુભક્તિ કરવી. સુધર્મની આરાધના માટે દરરોજ જિનવાણીનું શ્રવણ કરવું - વાંચન – મનન - સ્વાધ્યાય વિગેરે કરવા... ઉપરોક્ત નિયમ જે દિવસે ન થાય તે દિવસે એક વસ્તુનો ત્યાગ કરીશ. = ૩ કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy