________________
(૩) શ્રી બાહુસ્વામીજી જંબૂદ્રીપના સુદર્શન મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯મી વચ્છ વિજયની સુસીમા નગરીના સુગ્રીવ રાજાની, વિજયાદેવી રાણીથી થયા. લક્ષણ મૃગનું, સ્ત્રીનું નામ મોહના.
(૪) શ્રી સુબાહુસ્વામીજી જંબૂદ્વીપના સુદર્શન મેરુ પર્વતથી પશ્ચિમ
મહાવિદેહ ક્ષેત્રની ૨૪મી સલીલાવતી વિજયની વીતશોકા નગરીના નિષેધ રાજાની, વિજયારાણીથી થયા. લક્ષણ મર્કટ (વાંદરા)નું સ્ત્રીનું નામ કિંપુરિયા.
(૫) શ્રી સુજાતસ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮ મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી નગરીનાં દેવર્સન રાજાની દેવસેના રાણીથી થયા. લક્ષણ સૂર્યનું, સ્ત્રીનું નામ જયસેના.
(૬) શ્રી સ્વયંપ્રભ સ્વામીજી પૂર્વ ધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૫મી વિપ્રા વિજયની વિજયા નગરીના ચિત્રભવન રાજાની સુમંગલા રાણીથી થયા. લક્ષણ ચંદ્રનું અને સ્ત્રીનું નામ વીરસેના.
(૭) શ્રી ઋષભાનન સ્વામીજી પૂર્વ ધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯મી વચ્છ વિજયની સુસીમા નગરીના કીર્તિરાજાની વીરસેનારાણીથી થયા. લક્ષણ સિંહનું અને સ્ત્રીનું નામ જયવંતી.
(૮) શ્રી અનંતવીર્ય સ્વામીજી પૂર્વ ધાતકી ખંડ દ્વીપના વિજયમેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪મી સલીલાવતી વિજયની વીતશોકા નગરીના મેઘરાજાની મંગલારાણીથી થયા. લક્ષણ- બકરાનું અને સ્ત્રીનું નામ વિજયવંતી.
(૯) શ્રી સુરપ્રભ સ્વામીજી પશ્ચિમ ધાતકીખંડદ્વીપના અચલ મેરૂથી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી નગરીના નાગરાજાની ભદ્રારાણીથી થયા. લક્ષણ સૂર્યનું અને સ્ત્રીનું નામ નિર્મળા.
(૧૦) શ્રી વિશાલપ્રભ સ્વામીજી પશ્ચિમ ધાતકીખંડ દ્વીપના અચલમેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૫મી વિાવિજયની વિજયાનગરીના વિજય રાજાની વિજયા રાણીથી થયા. લક્ષણ ચંદ્રમાનું અને સ્ત્રીનું નામ નંદસેના.
(૧૧) શ્રી વજ્રધર સ્વામીજી પશ્ચિમ ધાતકીખંડદ્વીપના અચલમેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯મી વચ્છવિજયની સુસીમા નગરીના પદ્મસ્થ રાજાની સરસ્વતી રાણીથી થયા. લક્ષણ-વૃષભનું અને સ્ત્રીનું નામ વિજયાદેવી. (૧૨) શ્રી ચંદ્રાનન સ્વામીજી પશ્ચિમ ધાતકીખંડ દ્વીપના અચલમેરુથી
અરિહંત અધિકાર
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org