________________
આ શુક્લધ્યાનનો પ્રથમ પાયો પૃથવિર્તક નામનો જાણવો. પછી દ્રવ્યમાં અને પર્યાયમાં સંચરવાનું છોડી એક આત્મ દ્રવ્યમાં જ સ્થિર થઇ જાય. (તે શુક્લ ધ્યાનનો બીજો પાયો ‘એકત્વવિતર્ક' જાણવો) આ ધ્યાન વડે શ્રેણિ સંપન્ન બનીને એક આત્મગુણમાં ગરકાવ થઇને દૈહિક ભાવથી પૃથક્ થતાં જ ચાર ઘનવાતિ કર્મોનો સર્વાંશે નાશ કરે અને કેવળજ્ઞાન, કેવળદર્શનને પ્રાપ્ત કરી લે, છેવટે શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો ‘સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ’ પ્રાપ્ત કરીને આયુષ્યકર્મના અંત સુધી પ્રવર્તતાં સ્વભાવથી જ શુક્લધ્યાનનો ‘ સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ ' નામનો ચોથો પાયો આવતાં જ આયુષ્યના બળ પર નિર્ભર રહેલાં વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણે અઘાતી કર્મો આયુષ્યનો ક્ષય થતાં જ એકી સાથે સર્વાંશે ક્ષય કરી નાખે છે, અને મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધ ભગવાન બની કૃતકૃતાર્થ, પૂર્ણ નિષ્ઠિતાર્થ, અનંત પરમ સુખી બની જાય છે.
"
કદાચિત શુદ્ધ ધ્યાનની મંદતા અને શુભ ધ્યાનની વિશેષતા થઇ જાય તો સાત લવ માત્ર અથવા અધિક આયુષ્યની ન્યૂનતા હોવાથી અથવા એક છઠ્ઠ ના પ્રયોગથી ક્ષય થાય તેટલા અથવા તેથી થોડાં વધારે કર્મો અવશેષ રહી જવાથી તેને ભોગવવાને માટે તે વિમળ પુણ્યનો પુરુષાર્થી બનેલો જીવ સર્વાર્થસિદ્ધ મહાવિમાન આદિ ઊંચા દેવલોકમાં કે,
(૧) અહમેન્દ્ર (૨) ઇંદ્ર, (૩) સામાનિક, (૪) ત્રાયસ્વિંશક અને (૫) લોકપાલ. આ પાંચ શ્રેષ્ઠ પદવીઓમાંથી કોઇ એક ઉત્તમ દેવનું પદ પ્રાપ્ત કરી અત્યુત્તમ સુખોપભોગ અનેક સાગરોપમ પર્યંત ભોગવી પુનઃ મનુષ્ય લોકમાં નીચેનાં દસ બોલને પ્રાપ્ત કરવાવાળો ઉત્તમ મનુષ્ય થાય છે -
खेतं वत्युं हिरण्णं च पसवो दास पोरूसं । चत्तारि कामखंधाणि तत्थ से उववज्झइ ॥ ६७ ॥ मित्त्वं नायवं होइ उच्चागोओ य वण्णवं । अप्पायंके महापन्ने अभिजाए जसो वले ॥ ६८ ॥
(B) મહેલ, હાટ હવેલી.
અર્થ - (A) ખેતર, બાગ, બગીચા. (C) ધન-ધાન્ય, (D) અશ્વ, ગજ આદિ પશુ તથા દાસ દાસી, એ ચાર બોલનો એક સ્કંધ (૧ બોલ) જાણવો. અર્થાત્ એ ચાર વસ્તુતો અવશ્ય હોવી જોઇએ.
શ્રી જૈન તત્ત્વ સાર
|૪૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org