________________
કરેલ છે, તે કેવળ સમાધિ મરણથી જ પ્રાપ્ત થઇ શકે છે. મહામૂલ્ય નિર્વાણના સુખની પ્રાપ્તિ પણ સમાધિ મરણરૂપ અલ્પ મૂલ્યમાં પ્રાપ્ત કરવાનો અત્યુત્તમ અવસર પ્રાપ્ત થયો છે. તો હવે કોઇપણ પ્રકારની આનાકાની કે ગરબડ ન કરતાં વ્યવહારમાં ગુપચુપ (મૌન) રહીને અને નિશ્ચયમાં સમાધિભાવ ધારણ કરી ઝટપટ કરી લે.
(૨૮) જેવી રીતે સુભટો ધનુર્વિદ્યાદિનો અભ્યાસ કરી, સાધન દ્વારા સિદ્ધિ કરી સજ્જ રહે છે, અને જ્યારે શત્રુનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, ત્યારે તે સિદ્ધ કરેલી વિદ્યા દ્વારા શત્રુનો પરાજય કરીને કરેલી મહેનતને સફળ કરે છે. તેવી જ રીતે હે આત્મન્ ! તે આટલા દિવસ જે જ્ઞાનાભ્યાસ અને તપ સંયમાદિનું સાધન કર્યું છે, તે આ અવસરે આત્મકાર્ય સિદ્ધ કરવા માટે જ કર્યું છે. તે અવસર અત્યારે પ્રાપ્ત થઇ ચૂક્યો છે. માટે હવે સાચા દિલથી રોગ, મૃત્યુ આદિ શત્રુઓની સન્મુખ થઇને સમભાવ રાખીને ઇચ્છિતાર્થની સિદ્ધિ કરી લે. કર્મશત્રુઓનો પરાજય કરી સુખી થા.
(૨૯) જેનો વિશેષ પરિચય હોય છે તેનો સ્વાભાવિક રીતે જ પ્રેમ ઓછો થઇ જાય છે. તેવી જ રીતે ઔદારિકાદિ શરીરનો પરિચય પણ તને અનાદિ કાળનો છે તો તેનો પ્રેમ હવે ઓછો કરવો જોઇએ.
(૩૦) વાપરતાં વાપરતાં જ્યારે વસ્ત્રો જિર્ણ થઇ જાય છે ત્યારે તેનું મમત્વ ત્યાગીને નવા વસ્ત્રો હર્ષપૂર્વક ધારણ કરે છે. તેવી જ રીતે આ શરીર પણ એક કામધંધામાં વાપરવાથી અને રોગાદિ સંયોગથી તથા તપ, સંયમ, વૈયાવૃત્યમાંથી વપરાવવાથી જીર્ણ થઇ ગયું છે. હવે તેનો ત્યાગ કરી દિવ્ય દેવ શરીરની પ્રાપ્તિ કરવાની છે. એટલા માટે તેના પરનો મોહ મમત્વ ઓછો કરવા જોઇએ. પુરાણાં વસ્ત્ર ઉતારવાથી જ નવા વસ્ત્ર ધારણ કરી શકાય છે. તેમ આ શરીર છૂટયા સિવાય દેવતાનું શરીર મળવાનું નથી.
પ્રશ્ન : મૃત્યુ આવ્યાં પહેલાં જ આહાર પાણી આદિનો પરિત્યાગ કરી મૃત્યુની સન્મુખ થઇ મરવું ; તેમાં આત્મહત્યા (આપઘાત) નું મહાપાતક નથી લાગતું શું ?
શ્રી જૈન તત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org