SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ કાષ્ટપિંજરથી તેને છોડાવી સુખી કરે; તેવી જ રીતે ચૈતન્યરૂપ રાજાને કર્મરૂપ પરચક્રીએ સંસાર કારાગ્રહમાં અને શરીરરૂપ કાષ્ટપિંજરમાં કબજે કરી રાખ્યો હતો. રોગ, શોક, વિયોગ, પરાધીનતા આદિ વિવિધ દુઃખોથી પીડીત કરી રહ્યો હતો તે દુઃખથી મુક્ત કરવાને માટે આ મૃત્યુરૂપ મિત્રરોગ રૂપ સેનાથી સજ્જ થઇ મને દુઃખથી મુક્ત કરવાને માટે આવ્યો છે તેથી તે ઉપકાર છે તેના પ્રતાપથી જ હું આ સાંસારિક દુઃખોથી છૂટી ક્ષણમાત્રમાં પરમ સુખી બની જઇશ આવો ઉત્સાહ રાખી સમાધિમરણ કરે. (૧૬) ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જેઓ ઉત્તમ એવા સ્વર્ગ અને મોક્ષના સુખો પ્રાપ્ત કર્યા છે ક૨ે છે અને ક૨શે તે બધો સમાધિમરણનો જ પ્રતાપ છે એમ જાણવું જોઇએ, માટે હે સુખાર્થી આત્મન્ ! તારે પણ સમાધિમરણ કરવું ઉચિત છે. (૧૭) કલ્પવૃક્ષની છાયામાં બેસીને મનુષ્ય સારી કે બુરી જેવી ઇચ્છા કરે તેવા ફળ તેને મળે છે. તેવી જે રીતે મૃત્યુ પણ કલ્પવૃક્ષ સમાન છે, તેની છાયામાં બેસીને અર્થાત્ મૃત્યુ સમયે જે વિષય, કષાય, મોહ, મમત્વાદિ ખરાબ ઇચ્છા કરે છે તે નરક તિર્યંચાદિ દુર્ગતિના દુઃખો પામે છે. અને જે સમતિ યુક્ત ત્યાગ, વૈરાગ્ય, વ્રતનિયમ, સત્ય, શીલ, ક્ષમા, દયા આદિ ગુણોનાં આરાધન સહિત સમાધિભાવ ધારણ કરે છે તે સ્વર્ગ મોક્ષના સુખો મેળવે છે. એટલા માટે મૃત્યુરૂપ કલ્પવૃક્ષને પ્રાપ્ત કરીને હવે શુદ્ધ અને શુભભાવ રાખવો જ શ્રેષ્ઠ છે કે જેથી આત્મા પરમાનંદી પરમસુખી બની શકે. (૧૮) અશુચિથી ભરેલા ફૂટેલા હાંડલા સમાન સદૈવ સ્વેદ, મલ, મૂત્રાદિ અશ્િચ ઝરતા એવા આ અપવિત્ર અને જર્જરિત ઔદારિક શરીરના ફંદાથી છોડાવી અશરીરી'બનાવનાર તથા દિવ્ય દેવતાના શરીરને પ્રાપ્ત કરાવનાર મૃત્યુ જ છે. એટલા માટે મૃત્યુનું સ્વાગત કરવું પરમ હિતાવહ છે. (૧૯) જેવી રીતે ધર્મોપદેશક મુનિ મહાત્મા અનેક નય, ઉપનય, પ્રત્યક્ષ પરોક્ષ, હેતુ, દૃષ્ટાંત આદિ દ્વારા શરીરનું સ્વરૂપ સમજાવી મમત્વ ઓછું કરાવે છે, એવી રીતે મારા શરીરમાં ઉત્પન્ન થયેલો આ રોગ પણ મને પ્રત્યક્ષ અંતિમ શુદ્ધિ અધિકાર ૪૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy