SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક લોકો પ્લેનકાર્ડ, ચોપાટ, શતરંજ આદિ રમતોમાં ફોગટનાં ગપોડા મારવામાં કે ખરાબ પુસ્તકો વાંચવામાં એવા તો મશગૂલ થઈ જાય છે કે તેમને સમયનો કે ભૂખ તરસ, ટાઢ, તડકાનો પણ ખ્યાલ રહેતો નથી. આથી તેઓ અનેક વ્યાધિઓના ભોગ બની બેસે છે. તેમાંથી તરેહ તરેહના ઝઘડા ઉત્પન્ન થાય છે. સજ્જનોને પણ શત્રુ માની લે છે. રમતમાં જે હારી જાય છે તે અત્યંત શરમિંદા અને દુર્ગાની બની જાય છે આમ રમતા રમતા તેને જુગારનો શોખ પણ લાગી જાય છે. પછી તે જુગારી સટ્ટાબાજ બની ધન અને આબરૂની ધૂળધાણી કરી વખતે રાજનો પણ કેદી બની જાય છે અથવા અકાળ મૃત્યુ પામે છે. સમયનો આ પ્રમાણે અપવ્યય કરવાને બદલે જો વ્યાખ્યાન શ્રવણ, ધર્મ પુસ્તકનું પઠન, સત્પુરુષોના ગુણાનુવાદ કે સદુપદેશાદિ રૂડા કાર્યમાં સદ્ભય કરે તો તે ધર્માત્મા સત્પુરુષ કહેવાય છે. અનેક મનુષ્યોનો તે પ્રિય કે પૂજનીય બને છે. યશસ્વી અને સુખી થાય છે. આવું જાણી શ્રાવકોએ નિવૃત્તિનો સમય ખરાબ કામમાં ન વિતાવતા ધર્મલાભ લેવો. કેટલાક અજ્ઞ મનુષ્યો નિર્દોષ માર્ગ છોડીને આડે માર્ગે ચાલે છે તથા કાચી માટી, પાણી, લીલોતરી, કીડીયારા આદિને ખુંદતા ચાલે છે વિના કારણ વૃક્ષની ડાળ, પાંદડા, પુષ્પ આદિ તોડી નાખે છે, હાથમાં સોટી હોય તો વૃક્ષને ગાયને કે શ્વાન આદિને મારતા ચાલે છે. સારી જમીન છોડીને માટી મીઠું કે અનાજના ઠગલા પર ગુણો ઉપર કે લીલા ઘાસ ઉપર બેસી જાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, પાણી, છાશ વગેરેના કામ વાસણ ખુલ્લા મૂકી દે છે. ખાંડવું, દળવું, લીપવું, રાંધવું, ધોવું, સીવવું વગેરે કામ તથા ખાણીયો, સાંબેલું, ચૂલો, વસ્ત્ર, વાસણ વગેરે વસ્તુઓને વગર જોયે જ કામમાં લે છે તેથી ઘણી વખત ત્રસજીવની ઘાત થઈ જાય છે. આ બધા કામ પ્રમાદાચરિત જાણવા, આમાં લાભ તો છે જ નહિ, પરંતુ હિંસાદિ પાપોનું આચરણ થતાં વજ કર્મબંધ થવા પામે છે કે જે રોતાં રોતાં પણ છૂટવાં મુશ્કેલ છે. આવું જાણી શ્રાવકોએ પ્રમાદાચરણ અનર્થદંડ શ્રી જૈન તત્ત્વ સાર ૩૬૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy