________________
(૫) કૂડ લેહ કરણે : ખોટા લેખ લખે તો અતિચાર લાગે, ભોળા લોકોને લૂંટવા, બીજાને ફસાવવા, દગાબાજી કરવી, સોના અંક ઉપર મીંડુ ચડાવી હજાર બનાવી દે છે. લેખ ને સાચાં પાડવા ખોટા સાક્ષી ઊભા કરવા આવી રીતે ગરીબોની આંતરડી કકળાવીને અન્યાયથી મેવળેલું ધન પણ વિશેષ ટકતું નથી.
अन्यायोपार्जितं वित्तं, दस वर्षाणि तिष्ठति । प्राप्तेतु एकादशे वर्षे समूलं च विनश्यति ॥
અર્થ : અન્યાયથી મેળવેલું દ્રવ્ય દસ વર્ષથી અધિક ટકતું નથી અને કદાચિત્ અગિયારમું વર્ષ ટકી જાય તો પહેલાનું પ્રાપ્ત કરેલું દ્રવ્ય પણ તેની સાથે નાશ પામે છે.
આ પ્રમાણે બીજા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ સમજીને સુજ્ઞ શ્રાવકો પોતાના વ્રતની રક્ષા માટે તે પાંચ પ્રકારના દોષથી હંમેશા દૂર રહે છે.
જૂઠ બોલવાના મુખ્ય ૧૪ કારણો
(૧) ક્રોધ (૨) માન (૩) કપટ (૪) લોભ (૫) રાગ (૬) દ્વેષ (૭) હાંસી (૮) ભય (૯) લજ્જા (૧૦) ક્રીડા (૧૧) હર્ષોત્સાહ (૧૨) શોક (૧૩) દાક્ષિણ્ય (૧૪) બહુ બોલવાથી.
શ્રાવકોએ ઉપ૨ના ૧૪ કારણોને વશ પડવું નહીં અને કદાચિત્ વશ થવાય તો પણ જૂઠ તો બોલવું જ નહિ.
કેટલાક સત્ય વચન પણ અસત્ય જેવા જ હોય છે. જેમકે આંધળાને આંધળો, કોઢિયાને કોઢિયો, ચોરનો ચોર આ વચનો સત્ય છે પણ તે વચનો મનુષ્યને દુ:ખપ્રદ અને અમનોજ્ઞ હોવાથી ભગવાને તેવા વચનોને જૂઠમાં ગણ્યા છે. શ્રાવકે એવા વચન બોલવા ઉચિત નથી.
૩૪૦
न सत्यमपि भाषेत् परपीडा कारक च I लोकेऽपि जयते, यस्मात् कौशिको नरकं गतः ||
અર્થ : જે વચનો અન્યને પીડાકારી તે સત્ય હોય તે પણ બોલવા નહિ. કેમકે લૌકિક શાસ્ત્રમાં એમ સંભળાય છે કે કૌશિક મુનિ અન્યને દુઃખપ્રદ વચન બોલવાથી નરકમાં ચાલ્યા ગયા.
Jain Education International
શ્રાવક ધર્મ અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org