SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) પ્રકૃતિ સૌમ્ય હોય. જેવી રીતે બાહ્ય દેખાવમાં સુંદરતા હોય તેવી જ રીતે શાંત, દાત્ત, ક્ષમાવાન, શીતળ સ્વભાવી, મિલનસાર, વિશ્વાસપાત્ર ઇત્યાદિ ગુણોએ કરી અંદરથી પણ સુંદર હોય છે. (૪) લોકપ્રિય હોય : આ લોક અને પરલોક વિરૂદ્ધ કાર્યોનો પરિત્યાગ કરવાથી શ્રાવક સર્વને પ્રિયકર હોય છે. ગુણવંતોની નિંદા, દુર્ગણીઓ તથા મૂર્ખાઓની હાંસી મશ્કરી, પૂજ્ય પુરુષોની ઈર્ષ્યા, જન સમુદાયના વિરોધી સાથેની મિત્રતા, દેશાચાર ઉલ્લંઘન અને છતી શક્તિએ સ્વજન મિત્રોને સહાય ન કરવી, ઇત્યાદિ કાર્યો આ લોક વિરૂદ્ધનાં ગણાય છે અને કોટવાળી, ઈજારા રાખવા, વન કરાવવા ઇત્યાદિ કાર્યો યદ્યપિ લોકવિરૂદ્ધ ગણાતાં નથી. તથાપિ પરલોકમાં દુઃખપ્રદ નિવડે છે અને સાત દુર્બસનોનું સેવન બંને લોક વિરૂદ્ધ અને દુઃખ ॐ घृतं च मांस च सुरा च वेश्या पापार्ध चोरी परदार सेवा । एतानि सप्तानि व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ અર્થ: (૧) જુગાર : હારજીતનાં જેટલા કામ તથા ખેલ છે તે બધા જુગારમાં ગણાય છે. ચોપાટ તથા ગંજીપાના ખેલ તથા સટ્ટાનો ધંધો તે પણ જુગાર કહેવાય છે. જુગાર એ મનુષ્યની બુદ્ધિનો તથા તેના સદ્ગુણો અને સુખ સંપત્તિનો નાશ કરી તેને દુર્ગુણી અને દુઃખી બનાવી દે છે. (૨) માંસનો આહાર: માંસનો આહાર પણ હિંસાની વૃદ્ધિ કરનાર, સ્વભાવને ક્રૂર બનાવનાર તથા કુષ્ટ આદિ રોગોનો ઉત્પાદક હોય છે. વળી પશુઓ તરફ નિર્દયી બનેલાં મનુષ્યો સમય પર મનુષ્યનાં પણ ઘાતક બને છે અને તેના પરિણામે તેને નરકનાં ઘોર દુઃખો ભોગવવા પડે છે. (૩) મદિરાપાન: મદિરાપાન પણ શુદ્ધિનો, બુદ્ધિનો, રૂપનો, બળનો, ધનનો અને આબરૂનો નાશ કરે છે. દારૂના નાશમાં ભાન ભૂલી ન કરવાનું કરે છે. માતા, ભગિની આદિથી વ્યભિચાર સેવે છે અને ક્લેશની વૃદ્ધિ કરી નરકમાં જાય છે. (૪) વેશ્યા ગમન : વેશ્યા ગમન કરનાર પોતાની જાતિથી, ધર્મથી અને સમાજથી ભ્રષ્ટ થઈ ઇજ્જતનો નાશ કરે છે, તેથી ચાંદી, પ્રમેહ આદિ ભયંકર રોગોનો ભોગ બની સડીને અકાળે મૃત્યુ પામે છે અને નરકગામી થાય છે. (૫) શિકાર : શિકાર કરવાવાળો પણ અનાથ, ગરીબ નિરપરાધી પશુઓ કે જેઓ બિચારા ઘાસ, પાણી આદિ જે કંઈ થોડું ઘણું મળે એનાથી નિર્વાહ ચલાવી માનવજાત પર ઉપકાર કરે છે એવાં પશુઓ તથા જલચર, ખેચર આદિ જીવોની નિર્દયપણે હિંસા કરે છે તે મૃત્યુને અંતે નરકગામી થઈ પરમાધામીના શિકાર બનશે અને મહાભયંકર દુઃખો પામશે. (૬-૭) ચોરી અને પરસ્ત્રીગમન: આ કરનાર પણ જગતમાં તિરસ્કૃત થઈ રાજા કે સમાજનો અપરાધી બની ઘણાં દુઃખો પામે છે અને મરીને નરકે જાય છે. આ સાતે વ્યસનો આ લોક-પરલોકમાં દુઃખદાતા હોવાથી ઉભયલોક વિરૂદ્ધ ગણાય છે. ૩૨૪. શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy