________________
પ્રકરણ ૬..... શ્રાવક ધર્મ श्रीसर्वज्ञ पदाब्जसेवनमति: शास्त्रागमे चिन्तना । - तत्त्वातत्त्व विचारणे निपुणता, सत्संयमे भावना | सम्यक्त्वे रुचिता अधोपशमता जीवादि के रक्षणा । सत्सगारिगुणा जिनेन्द्रकथिता, येषां प्रसादाच्छिवम् ॥ १॥
અર્થ : શ્રી જિનેન્દ્ર ભગવાને સાગારી ધર્મ એટલે શ્રાવક ધર્મના ગુણો આ પ્રમાણે કહ્યા છે.
શ્રી સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરે તે જ તેમની સેવા છે. તેમાં જ તેની મતિ જોડાયેલી રહે, આપ્ત પુરુષો દ્વારા પ્રરૂપાયેલા આગમોના અર્થ વિચારવામાં જે સદૈવ તત્પર રહે, તત્ત્વાતત્ત્વ, ધર્માધર્મ, ન્યાય અન્યાય વગેરેના નિર્ણય કરવાને માટે બુદ્ધિનો સદુપયોગ કરે, સંયમની ભાવના ભાવે, સમ્યક્ત્વની રુચિવાળો હોય, પાપને ઘટાડવાનો નિરંતર પ્રયત્ન કરતો હોય, ત્રસ સ્થાવર જીવોનું રક્ષણ યથાશક્તિ કરતો હોય અને જિનેન્દ્રકથિત માર્ગનો અનુસરનાર હોય તે જીવ તેમના પ્રસાદ વડે સુખી થાય, શિવસુખ પામે.
न्यायोपात्त धनो जनो गुणा गुरुः सदमिस्त्रिवर्गभजनवन्योन्यं गुणवांस्तथैव गृहिणी ज्ञानालयो हिमयः । युक्ताहार विहार आर्य समिती प्रज्ञः कृतज्ञो वशी । श्रुण्वधर्मविधं दयालुरधसी: सागारधर्माचरेत् ॥ २ ॥
॥૨॥
અર્થ : ન્યાયથી દ્રવ્યોપાર્જન કરનારો હોય, ગુણાનુરાગી હોય, ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું યથોચિત્ સેવન કરનારો હોય, પ૨સ્પ૨ ગુણોનો જોનારો, જ્ઞાનના ભંડારરૂપ, લોકાપવાદથી લજ્જાનો ધારક હોય, પોતાની સ્ત્રીને પણ ધર્મમાર્ગમાં પ્રવર્તાવનાર હોય, સદૈવ કુલની, ધર્મની, રાજાની મર્યાદાની અંદર રહેનારા હોય, શ્રાવકધર્મને યોગ્ય આહાર અને વ્યાપારની આજીવિકા કરનાર હોય, સત્પુરુષોની સંગતિ કરનારા હોય, કોઈ સલાહ માગે તેને સુબુદ્ધિપૂર્વક સાચી સલાહ આપનાર હોય, મહા બુદ્ધિવંત હોય, અન્યના અલ્પ ઉપકા૨ને પણ મહાન માને, કૃતજ્ઞ હોય, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આ
શ્રી જૈન તત્ત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
૩૨૧
www.jainelibrary.org