SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ આ ભવમાં પણ જેઓ આત્માને કાબૂમાં નથી રાખતા તેઓ દુઃખી દેખાય જેમકે અભક્ષ્ય, અપથ્યનું ભક્ષણ કરનારા, વાત, પિત્ત, કફાદિ અનેક રોગથી ઘેરાઈ પીડા પામે છે. ચોરી કરનારા કારાગૃહમાં જાય છે. અને વ્યભિચાર કરનારને ચાંદી, પ્રમેહ આદિ ભયંકર રોગ થાય છે જેને પરિણામે તેઓ સડીસડીને અકાળે મરે છે. સમાજમાં હડધૂત થાય છે. શું આત્મા પરમાત્માના આ લક્ષણ છે? ભોળા લોકો આત્માને પરમાત્મા તો કહે છે અને પાછા અન્ય જીવોને હણી એ પરમાત્માના દેહનું ભક્ષણ કરી જાય છે. આવા પાખંડી ભ્રષ્ટાચારીઓ નરકમાં જશે કે આત્માને કાબુમાં રાખનારા નરકમાં જશે ? આનો નિર્ણય દરેક સુજ્ઞજને પોતાની સવિવેક બુધ્ધિ દ્વારા કરી લેવો. દુષ્કર્મોથી આત્માને બચાવશે તે જ સુખી થશે. જેઓ જૈન નામ ધરાવી ક્રિયાનો નિષેધ કરે છે તેઓ નિનવ થઈને અને પડીને મિથ્યાત્વ પામે છે અને જેઓ જૈનેતર અક્રિયાવાદી છે તેઓ પુણ્ય, પાપ, ધર્મ કે કોઈ ક્રિયાને માનતા નથી તેઓ એકાંત મતવાદી છે તેથી તેઓ સર્વથા નાસ્તિક છે. (૨૪) અજ્ઞાન મિથ્યાત્વ : મિથ્યાત્વ હોય ત્યાં અજ્ઞાન નિયમો હોય જ છે. અર્થાત્ મિથ્યાત્વી અજ્ઞાની જ હોય છે. મિથ્યાત્વ મોહના ઉદયથી તેને બધું વિપરીત ભાસે છે. આ હુંડાઅવસર્પિણી કાળમાં મિથ્યાત્વનું જોર ખૂબ વધી પડયું છે. અજ્ઞાન અને મોહના પ્રાબલ્યથી સત્ શાસ્ત્ર વિરૂધ્ધ અનેક મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે. એટલું જ નહિ પણ પ્રકૃતિથી પણ પ્રતિકૂળ એવા અનેક મત પ્રચલિત થયા છે અને થતા જાય છે. જ્યાં જુઓ ત્યાં માનની મારામારી છે. થોડુંક વાકચાતુર્ય પ્રાપ્ત થયું કે તરત કુબુધ્ધિ દ્વારા કુયુક્તિઓ લગાવી આપ્ત પુરુષોના સિધ્ધાંતોને ઉથલાવી વાણીના આડંબરથી મનકલ્પિત પંથની સ્થાપના કરે છે. માયાજાળમાં ફસાયેલા લોકોને ગમે તે પ્રકારે લાલચમાં નાખી પોતાના બનાવી લે છે અને ધર્મના નામની ઓથ લઈ મનમાન્યો શિકાર ખેલે છે. પંચમકાળમાં નવા નવા મતો સ્થાપન કરી પોતાના ઇસિતાર્થની સાધના કરવામાં લોકો તત્પર બન્યા છે. આવા તો બીજા અનેક મત વર્તમાનમાં પ્રચલિત છે. આમ અજ્ઞાનવશ મિથ્યાત્વમાં ફસાયેલા જીવોને જોઈ શ્રી જિનશાસનના ર૬૪. મિથ્યાત્વ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy