SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ મોતીના દાણા જેવી; આગિયો કેવો? સૂરજ જેવો વગેરે. (૪) અછતી વસ્તુને અછતી ઉપમા દેવી છે. જેમકે ઘોડાનાં શીંગડાં કેવા? ગધેડાંના શીંગડાં જેવા, ગધેડાના શીંગડાં કેવા ? ઘોડાનાં શીંગડાં જેવાં વગેરે એ પ્રમાણે ઉપમા પ્રમાણના ચાર પ્રકાર છે. ચૌદ ગુણસ્થાનક (૧) મિથ્યાત્વ ગુણસ્થાન : અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાનકે પ્રવર્તતો જીવ શ્રી વીતરાગ પ્રભુની વાણીથી ઓછું, અધિક, વિપરીત શ્રદ્ધ, પ્રરૂપે અને સ્પર્શે અને તેના પરિણામે ૪ ગતિ, ૨૪ દંડક અને ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતાનંત પુદ્ગલ પરાવર્તન કર્યા. ૨) સાસ્વાદન ગુણસ્થાન ઃ દર્શન મોહનીયનો ક્ષયોપશમ કરી સમકિત પ્રાપ્ત કર્યું પણ પુનઃ તેજ પ્રકૃતિઓ ઉદયમાન થતાં સમકિતથી પતન થયું. આ પતન થતી વખતે જેમ વૃક્ષથી તૂટેલું ફળ પૃથ્વી પર પડ્યું નથી, વચમાં છે ત્યાં સુધી સાસ્વાદન ગુણસ્થાનક રહે છે. જેમ કોઈ પુરુષે ખીરખાંડનું ભોજન કર્યું પછી વમી નાખ્યું, વમતી વખતે પણ કંઈક સ્વાદ રહી જાય તે સમાન સાસ્વાદન. આ જીવ કૃષ્ણપક્ષી મટી શુકલપક્ષી થઈ દેશે ઊણા અર્ધા પુદ્ગલ પરાવર્તનમાં સંસારનો પાર પામશે. (૩) મિશ્ર ગુણસ્થાનકઃ તે મિથ્યાત્વી જીવ સમ્યત્વાભિમુખ થયો પણ પામ્યો નહિ. જેમ શિખંડ ખાવાથી કંઇક ખાટો કંઈક મીઠો લાગે તેમ ખટાશ સમાન મિથ્યાત્વ અને મીઠાશ સમાન સમ્યત્વ એમ મિશ્રપણું હોય છે. આ જીવ સર્વ ધર્મ સરખા મળે છે. કારણકે તેને સૂક્ષ્મતા તારવતાં આવડતી નથી. આ જીવ દેશે ઊણા અર્ધ પુદ્ગલપરાવર્તનમાં સંસારનો પાર પામે. (૪) અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકઃ વર્તતો જીવ અનંતાનુબંધી ૪ કષાય તથા દર્શન મોહનીયની ૩ પ્રકૃતિ એ સાતનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરી સુદેવ, સુગુરુ, સુધર્મ પર શ્રધ્ધા રાખે. સાધુ આદિ ચારે તીર્થનો ઉપાસક બને. જો પૂર્વે આયુષ્યનો બંધ પડયો ન હોય તો (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) ભવનપતિ (૪) વાણવ્યંતર, (૫) જ્યોતિષી, (૫) સ્ત્રીવેદ અને (૭) નપુંસકવેદ એ સાત બોલનું આયુષ્ય ન બાંધે અર્થાત્ એ સાત બોલમાં ઊપજે નહી. કદાચિત્ આયુબંધ પડી ગયો હોય તો તે ભોગવી પછી તે ઉચ્ચગતિને પામે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૩૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy