SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ કે ભૂતકાળમાં અહીં વરસાદ થોડો થયો છે. આગળ ચાલતાં ગામમાં ગયા, તો ગામ મોટું, શ્રાવકોનાં ઘર ઘણાં, ઘરમાં સંપત્તિ ઘણી, પણ શ્રાવકો વિનયરહિત, અભિમાની, લોભી, દાન દેવાના ભાવ વિનાના, ત્યારે સમજે કે વર્તમાનકાળમાં અહીં કંઈક ખરાબ થવાનું જણાય છે, વળી આગળ ચાલ્યા તો પહાડ પર્વતો અમનોજ્ઞ ના પસંદ) હવા ઘણી ખરાબ ગામની બહાર તથા અંદર ખાવા ધાય તેવું, ધરતી બહુ જ ધ્રુજે, તારા બહુ ખરે, વીજળી બહુ ચમકે, ત્યારે એમ સમજે કે આવતા કાળમાં અહીં કંઈક અશુભ થવાનું જણાય છે. એમ દૃષ્ટિથી જોઈને ત્રણે કાળનો જ્ઞાતા થાય તે વિશેષ. (૩) “આગમ પ્રમાણ’ - તે આપ્ત પુરુષ દ્વારા કથિત શાસ્ત્રોથી પદાર્થનું જ્ઞાન થાય તે. તેના ત્રણ ભેદ – (૧) સુરાગમે - દ્વાદશાંગી રૂપી જિનેશ્વર પ્રભુની વાણી તથા ઓછામાં ઓછા દસ પૂર્વ લગીના જ્ઞાનવાળા મુનીશ્વરોના બનાવેલા ગ્રંથો તે “સત્તાગમે” (૨) “અત્યાગમે' - પૂર્વ કહેલાં સૂત્ર તથા ગ્રંથના બધા સમજી શકે તેવી ભાષામાં તેવા દસ પૂર્વ લગીના જ્ઞાનવાળા આચાર્ય મહારાજ વગેરે એ જે અર્થ રચ્યા તે “અત્થાગમે' (૩) “તદુભયાગમે' - એ પ્રમાણેનાં સૂત્ર અને ગ્રંથોનો તથા તેમના અર્થનો મળતો આવતો જે સમાસ સમૂહ તે “તદુભયાગમે એ પ્રમાણે આગમ પ્રમાણ જાણવું. (૪) “ઉપમા પ્રમાણ’ - એની ચોભંગી છે. (૧) છતી વસ્તુને છતી ઉપમા દેવી છે. જેમકે આવતા કાળમાં પહેલાં પદ્મનાભ' તીર્થંકર થશે તે ચાલુ કાળમાં ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી જેવા થશે. (૨) છતી વસ્તુને અછતી ઉપમા દેવી છે. જેમકે નરક અને દેવતામાં આયુષ્ય પલ્યોપમ અને સાગરોપમનાં છે તે વાત છતી પણ પલ્ય અને સાગરના વખતની ગણતરી માટે ચાર કોસના કૂવાનું અગર પાલાનું દૃષ્ટાંત આપ્યું છે. તે કૂવો કોઈએ ભર્યો નથી, ભરતા નથી અને ભરશે પણ નહિ એ અછતી ઉપમા. (૩) અછતી વસ્તુને છતી ઉપમા દેવી છે. જેમકે દ્વારકા નગરી કેવી ? ર૩૮ નિક્ષેપ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy