________________
ઉપકરણ ઉપયોગ સહિત લે અને મૂકે, (૨૦) સૂઈ કુસગ્ન ન કરે એટલે સોય અને તણખલા જેવી નાની ચીજ પણ જતનાથી લે અને રાખે. એ ૨૦ પ્રકારે સંવર થાય છે.
વિશેષ રીતે સંવરના ૫૭ ભેદ થાય છે. (૧) ઇર્ષા સમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન ભંડ મત્ત નિક્ષેપના સમિતિ, (૫) પારિઠાવણિયા સમિતિ, એ પાંચ સમિતિ તથા (૬) મન ગુપ્તિ, (૭) વચનગુપ્તિ, (૮) કાયગુપ્તિ એ ત્રણ મળી આઠ પ્રવચન માતાને પાળે, (૯) સુધા, (૧૦) તૃષા, (૧૧) શીત, (૧૨) ઉષ્ણ, (૧૩) દેશમંસ (ડાંસ મચ્છર), (૧૪) અચલ, (૧૫) અરતિ, (૧૬) સ્ત્રી, (૧૭) ચરિયા (ચાલવું), (૧૮) નિસિહિયા (બેસવું), (૧૯) શયા, (૨૦) આક્રોશ વચન, (૨૧) વધ, (૨૨) યાચના, (૨૩) અલાભ, (૨૪) રોગ, (૨૫) તૃણ સ્પર્શ, (૨૬) મેલ (૨૭) સત્કાર પુરસ્કાર, (૨૮) પ્રજ્ઞા, (૨૯) અજ્ઞાન, (૩૦) દર્શન એ રર પરિષહ જીતે, (૩૧) ખંતિ (ક્ષતિ, ક્ષમા), (૩૨) મુત્તિ (નિર્લોભતા), (૩૩) અજ્જવ (નિષ્કપટતા-સરળતા), (૩૪) મદવ (કોમળતા), (૩૫) લાઘવ (લઘુતા), (૩૬) સચ્ચે (સત્ય), (૩૭) સંયમ, (૩૮) તપ, (૩૯) ચિયાએ = ત્યાગ, (૪૦) બ્રહ્મચર્ય (શિયળ) એ દસ પ્રકારના યતિ ધર્મ આરાધે, (૪૧) અનિત્ય, (૪૨) અશરણ, (૪૩) સંસાર, (૪૪) એકત્વ, (૪૫) અન્યત્વ, (૪૬) અશુચિ, (૪૭) આસવ, (૪૮) સંવર, (૪૯) નિર્જરા, (૫૦) લોક, (૫૧) બોધિબીજ, (પર) ધર્મ એ બાર ભાવના ભાવે, (૫૩) સામાયિક, (૫૪) છેદોપસ્થાપનીય, (૫૫) પરિહાર વિશુધ્ધ, (૫૬) સૂક્ષ્મ સંપરાય, (૫૭) યથાખ્યાત એ પાંચ ચારિત્ર પાળે.
એ સત્તાવન પ્રકારે સંવરકરણી આદરવાથી આત્મારૂપી વહાણમાં આસવરૂપી છિદ્રોમાંથી પાપરૂપ પાણી આવતું બંધ થાય છે. અને વહાણ સંસાર સમુદ્રને પેલે પાર સહીસલામત પહોંચે છે.
(૭) નિર્જરા તત્ત્વ
આત્મરૂપી વહાણમાં કર્મ પાપરૂપી પાણી આવતું હતું તે તો સંવર કરણી રૂપી પાટિયાં આડા દઈ રોક્યું, પણ તે પહેલાં આવી ગયેલું પાણી ઊલેચીને વહાણને પાણી વગરનું કરવું જોઈએ; તો જ વહાણ પેલે પાર પહોંચે માટે
૨૧૨
સૂત્ર ધર્મ અધિકાર
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org