________________
બે ભેદ છે, (૧) ‘જીવ સાહત્યિયા’-મેંઢા, કૂકડા, સર્પ, સાંઢ, હાથી, ગેંડા વગેરેને પરસ્પર લડાવે, તથા મનુષ્યોને કુસ્તી કરાવે અથવા ચાડી ફૂગલી ખટપટ કરી વઢવાડ કરાવે તે, (૨) ‘અજીવ સાહત્થિયા' લાકડીથી લાકડી ભાંગે એમ કોઈ પણ બે અજીવ વસ્તુઓને સામસામી અથડાવીને તોડે, અજીવ વસ્તુઓને માંહે માંહે અથડાવે. બીજો અર્થ એમ પણ થાય છે કે પોતાના શરીરનો અથવા બીજા મનુષ્ય, કૂતરો, વાઘ, બિલાડી, ગાય, ભેંસ, અશ્વ, પોપટ વગેરેનો વધ યા બંધન કરે તે ‘જીવ સાહત્થિયા' અને વસ્ત્ર, ભૂષણ વગેરે અજીવ વસ્તુઓને તોડે બાંધે તે ‘અજીવ સાહત્થિયા' ક્રિયા કહેવાય.
(૧૬) નૈસસ્ત્રિકી (નેસન્થિયા) ક્રિયા : કોઈ વસ્તુને જતના વિના નાખી દેવી તે.
તેના બે ભેદ છે. (૧) ‘જીવ નેસન્થિયા’ જૂ, લીખ. માંકડ વગેરે ઝીણા જીવ જંતુઓને અને મોટા જીવોને ઉપરથી ફેંકી દે, તકલીફ ઉપજાવે તેથી લાગે તે, (૨) ‘અજીવ નેસથિયા' શસ્ત્ર, વસ્ત્ર વગેરે અજીવ વસ્તુ અયતનાથી ફેંકી દે તેથી લાગે તે.
(૧૭) આજ્ઞાપનિકા (આણવણિયા) ક્રિયા : માલિકની આજ્ઞા વિના કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે તે તથા કોઈ વસ્તુ મંગાવવાથી જે ક્રિયા લાગે તે.
તેના બે ભેદ છે : (૧) ‘જીવ આણવણિયા ક્રિયા' - સજીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે. (૨) અજીવ આણવણિયા ક્રિયા - નિર્જીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે, બીજો એમ પણ અર્થ કરે છે કે નોકર મજૂર વગેરે પાસે તેનો માલિક હુકમ દઈને જે કામ કરાવે તેની ક્રિયા માલિકને લાગે છે તે.
(૧૮) વૈદારણિકા (વેયારણિયા) ક્રિયા : કોઈ વસ્તુને વિદારે એટલે છેદન ભેદન ટુકડા કરે તેથી જે ક્રિયા લાગે તે.
તેના બે ભેદ છે : (૧) ‘સજીવ વેયારણિયા' શાક, ભાજી, ફળ, ફૂલ, અનાજ, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે સજીવ વસ્તુના ટુકડા કરવાથી લાગે તે, (૨) ‘અજીવ વેદારણિયા' વસ્ત્ર, ધાતુ, મકાન, લાકડા પથ્થર, ઇંટ વગેરેને તોડે, સહજ તોડી નાંખે, અગર કષાયને વશ થઈ ટુકડા કરે તેથી જે ક્રિયા લાગે તે.
સૂત્ર ધર્મ અધિકાર
૨૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org