________________
છે.
(૯) ‘વાયુ ઇવ’ – વાયુ જેમ એક ઠેકાણે રહે નહિ તેમ સાધુ વિચર્યા કરે
=
(૧૦) ‘ચંદ્ર ઇવ’ હૃદયવાળા અને શીતળ સ્વભાવી હોય છે.
-
ચંદ્રમાની પેઠે સાધુ સદા નિર્મળ ને ઉજ્જવળ
(૧૧) ‘આઈચ્ચ ઇવ’ જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે તેમ સાધુ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરે છે.
(૧૨) ‘સમુદ્ર ઇવ’ જેમ સમુદ્રમાં અનેક નદીઓનું પાણી આવે છે, છતાં છલકાતો નથી - મર્યાદા ઓળંગતો નથી તેમ સાધુ સર્વનાં શુભ અશુભ વચનો સહે, પણ કોપ ન કરે.
(૧૩) ‘ભારંડ ઇવ’ - ભારંડ પંખીને બે મુખ અને ત્રણ પગ હોય છે. તે પંખી સદા આકાશમાં જ રહ્યા કરે છે ફક્ત આહાર લેવા ટાણે જ પૃથ્વી પર આવે છે ત્યારે પાંખો પહોળી કરી બેસે છે. એક મુખથી ચારે તરફ જોયા કરે છે કે કોઈ તરફથી મને કાંઈ પણ દુઃખ ન થાય અને બીજા મોઢાથી આહાર કરે છે જરા ખખડાટ થાય કે શંકા પડે તો તરત જ ઊડી જાય છે. તેવી રીતે, સાધુ સદા સંયમમાંજ પોતાના સ્થાનમાં રહે. ફક્ત આહાર વગેરે સંયમના નિર્વાહના કામ પ્રસંગે ગૃહસ્થને ઘેર જાય, ત્યારે દ્રવ્ય દૃષ્ટિ (ચર્મ ચક્ષુ) તો આહારની ત૨ફ રાખે, અને અંતર દષ્ટિથી અવલોકન કર્યા કરે કે મને કોઈ પ્રકારનો દોષ લાગી ન જાય. જો જરા પણ દોષ લાગવા જેવું દેખે, અગર શંકા પડે તો તત્ક્ષણ ત્યાંથી ચાલ્યા જાય.
(૧૪) ‘મંદર ઇવ’ જેમ મેરુ પર્વત પવનથી કંપે નહિ તેમ સાધુ પરિષહ - ઉપસર્ગ વગેરે આવે તો સંયમથી ચલાયમાન ન થાય
(૧૫) ‘તોય ઇવ’ જેમ શ૨દ ૠતુનું પાણી સદા નિર્મળ રહે તેમ સાધુનું હૃદય સદા નિર્મળ રહે.
(૧૬) ‘ખંગીહથી ઇવ’ - જેમ ગેંડા નામના પશુને એક જ દાંત હોય છે અને તેનાથી તે સૌનો પરાજય કરી શકે છે, તેમ સાધુ એક નિશ્ચય પર સ્થિર રહી, આઠ કર્મરૂપ સર્વ શત્રુઓનો પરાજય કરે છે.
Jain Education International
(૧૭) ‘ગંધ હથી ઇવ’ - જેમ ગંધહસ્તીને સંગ્રામમાં જેમ જેમ ભાલાના ઘા લાગે તેમ તેમ વિશેષ વિશેષ શૂરો બની શત્રુઓનો પરાજય કરે છે. તેમ સાધુને જેમ જેમ પરિષહ વગેરે આવી પડે તેમ તેમ વિશેષ બળ વીર્ય ફો૨વી
શ્રી જૈન તત્ત્વ સાર
૧૬૩|
For Private & Personal Use Only
www.jainelibrary.org