SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જઈ શકે. અને નરકમાં પુદ્ગલ પરિણામ, ચોથામાં પુદ્ગલ, સુખદુઃખની જોડ, પરમાણુનું સ્વરૂપ અને ચરાચરમનું કથન છે. પાંચમામાં ૨૪ દંડકના જીવો અગ્નિમાં જાય છે? દસ સુખ અને ૨૪ દંડકમાં દેવોને પુદ્ગલ ગ્રહણ કરવાનું, છઠ્ઠામાં આહાર પરિણામ અને ઇન્દ્રોના ભોગનો અધિકાર સાતમામાં ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમ સ્વામીનો પ્રેમ, દ્રવ્યાદિની તુલના ભક્ત પ્રત્યાખ્યાનીનો આહાર અને લવ સપ્તમ દેવનું કથન છે. આઠમામાં રત્નપ્રભાથી વૈમાનિક સુધીનું અંતર, શાલ વૃક્ષનું વર્ણન, અંબડ સંન્યાસીના ૭૦૦ શિષ્યોનો આચાર, દેવનાં સુખ અને શક્તિ, જાંભક દેવોનું કામ, નવમામાં સાધુના કર્મ, વેશ્યા, સુખદુ:ખના પુદ્ગલ, દેવ હજારો રૂપો બનાવી હજારો ભાષા બોલે. સૂર્ય શું છે? અધિક દીક્ષિત, અધિક તેજોલેશી. દસમામાં કેવળી સિધ્ધને જાણે, કેવળીને બધા દેખે. (૧૫) પંદરમા શતકમાં : એક ઉદ્દેશો છે. તેમાં ગોશાળી નિમિત્તજ્ઞાન ભણ્યો. તેજોવેશ્યા પ્રાપ્ત કરી, જિનનામ ધરાવ્યું ભગવંત પાસે ગયો, સાત પટ્ટલાદિ મિથ્યાવાદ કર્યો, બે સાધુઓને બાળ્યા ભગવંતને બાળવા જતાં પોતે જ બળ્યો, મરતી વખતે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. રેવતી ગાથાપત્ની એ કોળાપાક વહોરાવ્યો, ભગવાન શાતા પામ્યા, આગલા ભવમાં સુમંગલ સાધુ ગોશાળાના જીવને બાળશે, ગોશાળો અનંત સંસાર રખડી દઢપ્રતિજ્ઞ કેવળી થઈ મોક્ષમાં જશે વગેરે કથન છે. (૧૬) સોળમા શતકના પહેલાં ઉદ્દે શામાં અગ્નિ વાયુનો સંબંધ, ભઠ્ઠી સાણસીની ક્રિયા, જીવની અધિકરણી ક્રિયા, બીજામાં શારીરિક માનસિક દુઃખ, શક્રેન્દ્ર ભગવાનને આજ્ઞા આપી, ઉઘાડે મોઢે બોલતાં પાપ, જીવકૃત કર્મ, ત્રીજામાં જીવ સ્વયંતિ કર્મ વેદ, સાધુના ઔષધોપચારમાં ક્રિયા નહિ. ચોથામાં તપનું ફળ, તપથી કર્મક્ષયનું દષ્ટાંત, પાંચમામાં શક્રેન્દ્રથી ઉપરના દેવો અધિક તેજવાન, દેવ રિદ્ધિ કેવી રીતે મળે? છઠ્ઠામાં સ્વપ્નનો અધિકાર, તીર્થંકરની માતા દેખે તે ૧૪ સ્વપ્ન, મહાવીર સ્વામીએ દેખેલાં ૧૦ સ્વપ્ન, મોક્ષગતિનાં ૧૬ સ્વપ્ન, સાતમમાં બે પ્રકારના ઉપયોગ, આઠમામાં લોકનું, દિશામાં જીવપ્રદેશનું, એક જ સમયમાં પરમાણુ લોકાંત સુધી જાય, વરસાદમાં હાથ લંબાવતાં પાપ, નવમામાં બલેન્દ્રની સભા, દસમામાં અવધિજ્ઞાન, અગિયારમામાં દીપકુમારનું કથન અને બારમામાં ઉદધિકુમારનું કથન. ૧૧૦. ઉપાધ્યાય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy