________________
છતાં કોઈ સારા માને અને લગ્ન પ્રસંગે “રામ બોલો ભાઈ રામ” એ વાક્ય સારું હોવાં છતાં ખરાબ લાગે. ઉક્ત ને રાગ, દ્વેષથી બમણાં કરતાં શ્રોતેન્દ્રિયના બાર વિકાર થાય છે.
શ્રોતેન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી હરણ પ્રાણમુક્ત થાય છે, સર્પ બંદીવાન બને છે તો મનુષ્યની શી ગતિ થશે એમ વિચારી રાગ દ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દો સાંભળે નહિ. કદાપિ સાંભળવામાં આવે તો ક્યારે પણ રાગ દ્વેષ કરી કર્મબંધ કરે નહિ. શ્રોતેન્દ્રિયનો અવળો ઉપયોગ કરનાર ભવાંતરમાં બહેરા, કાનના અનેક રોગવાળા થાય છે. ચતુરિન્દ્રિયાદિ ભવોને પામે છે. જે શ્રોતેન્દ્રિયને કાબૂમાં રાખે છે તેને સુંદર વચનો સાંભળવા મળે છે સાંભળી ક્રમશઃ વિષયોને જીતી મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૨) ચક્ષુરિન્દ્રિય : તેના ૫ વિષય (૧) કાળો, (૨) લીલો, (૩) રાતો, (૪) પીળો, (૫) સફેદ. આ પાંચ વિષયોને ઉપરોક્ત પ્રકારે સજીવ, નિર્જીવ અને મિશ્ર એ ત્રણે ગુણતાં ૧૫ ભેદ થાય, તેને શુભ અશુભ એ બે એ ગુણતાં ૩) વિકાર, તેને રાગ અને દ્વેષ એ બે વડે ગુણતાં ૬૦ વિકાર ચક્ષુરિન્દ્રિયના
થાય છે.
ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી પતંગીયું દીપક પર ઝંપાપાત કરી મરણને શરણ થાય છે માટે રાગ-દ્વેષ થાય તેવા રૂપ જોવા નહિ. જોવામાં આવે તો કર્મ બંધન કરવા નહિ. આ કર્મબંધનથી જીવ આંધળો કાણો કે, આંખના રોગવાળો થાય છે. તે ઈન્દ્રિયાદિ ગતિમાં જાય છે. જે આંખોને સંયમિત રાખે છે તે દિવ્ય ચક્ષુને પામે છે. ક્રમશઃ મોક્ષને પણ પ્રાપ્ત કરે છે. ' (૩) ઘ્રાણેન્દ્રિય : (૧) સુરભિગંધ અને (૨) દૂરભિગંધ એ બે વિષય છે. તેના સચિત્ત-અચિત્ત અને મિશ્ર એમ ૩૮ર૦૬ ભેદ થાય. તે છ ઉપર રાગ અને દ્વેષ કરવાથી ધ્રાણેન્દ્રિયના ૧૨ વિકાર થાય.
ધ્રાન્દ્રિયમાં આસક્ત થઈ ભમરો પુષ્પમાં ફસાઈ મૃત્યુ પામે છે. માટે રાગ, દ્વેષ ઉપજે તેવી ગંધ સુંઘવી નહિ. વાસ આવે ત્યારે રાગ-દ્વેષ કરવા નહિ. કર્મબંધ કરવાથી નાકના વિવિધ રોગ થાય છે. બેઇન્દ્રિયાદિ ગતિને પામે છે જે સંયમિત રહે છે તે ક્રમશઃ મોક્ષ ગતિ પામે છે.
(1) રસનેન્દ્રિય ઃ તેના પાંચ વિષય (૧) તીખો, (૨) કડવો, (૩) કસાયેલો (૪) ખાટો, (૫) મીઠો. આ પાંચ રસમય સચિત્ત, અચિત્ત, મિશ્ર,
આચાર્ય અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org