________________
૧૦ SSUUUUઈઈઈઈઈઈઈઈ પણ દશમીને ભક્ત હતા. વળી શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત ઉત્પન્ન થયું હતું તેને રાજ્ય કરતાં કરતાં કેટલાય વર્ષો થયાં હતાં.
આ મહાવીર સ્વામીનું મૂળ નામ શ્રી વર્ધમાનકુમાર હતું. તેઓ ક્ષત્રિયકુંડ નામના નગરના સિદ્ધાથ નામના રાજાના નાના પુત્ર હતા તેમના મોટાભાઈનું નામ નંદીવર્ધન હતું. તેમને સુદર્શના નામે એક બહેન હતી. તેમની માતાનું નામ ત્રિસલા રાણી હતું. આ ત્રિસલા રાણું તે વખતના પ્રસિદ્ધ ચેડા રાજાની બહેન હતી. એટલે ચેડા રાજા મહાવીરસ્વામીજીના મામા થતા હતા. આ પ્રભુ જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી રાજાના ધન વગેરેમાં વૃદ્ધિ થતી હેવાથી પિતાએ તેમનું નામ વર્ધમાન કુમાર શખ્યું હતું. પ્રભુની બાલ્યવસ્થામાં દેવે તેમની પરીક્ષા કરી હતી અને તેમાં તેમની વીરતા જોઈને દેવેએ મહાવીર એવું નામ તેમનું પાયું હતું.
તેઓ ત્રીસ વરસની ઉંમર સુધી ઘરવાસમાં રહ્યા હતા. ત્યારપછી આ સંસારને અસાર જાણી દીક્ષા લીધી. પછી સાડા બાર વર્ષ સુધી તેમણે ઘણી ઉગ્ર તપસ્યા કરી. દેવ તથા મનુષ્ય વડે કરાચેલા ઘર ઉપસર્ગો સહન કર્યા અને છેવટે જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી લોકાલોકના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org