________________
૪૩
મૂર્તિપૂજા સૂત્રના શ્રવણ કરતાં પદ્માસને-કાર્યોત્સર્ગ ધ્યાને-પ્રશાંત મુદ્રાવાળી શ્રી તીર્થંકર પરમાત્માની મૂતિને જેવાથી વિશેષ પ્રકારે કરી શકાય છે. જે મહાપુરૂષોએ સકલ કર્મને ક્ષય કરી શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું છે તે અંગેની હકિકત શાસ્ત્ર શ્રવણ દ્વારા જાણી તે મહાપુરૂષની પ્રતિમા સામે દ્રષ્ટિ સ્થાપી જે પરમાત્માના નામની મૂર્તિ હોય તેની પિંડ-પદસ્થ અને રૂપાતીત અવસ્થાઓ ધ્યાવવાથી આત્માને આત્મસ્વરૂપ પ્રાપ્તિને ઉલાસ પેદા થાય છે. અને આત્માનું શુદ્ધ સ્વરૂપ. શું છે તેને ચિતાર હૃદયમાં ખડો થાય છે. ડે. ગાંધી મનુધ્યાકાર અને પોતાના જ આત્મ દ્રવ્યને મનથી ગ્રહણ કરવા દ્વારા કાર્યની સાર્થક્તા થવાનું લખે છે તે બીલકુલ ખોટું છે. મનુષ્યાકારને જોતાં જ અરિંહત પરમાત્માના ગુણ કેળવવાની સાર્થકતા પ્રાપ્ત થવાનું કઈ બુદ્ધિશાળી કબુલ નહિ જ કરે. કયાં મનુષ્યાકાર અને ક્યાં પદ્માસને કાર્યોત્સર્ગ ધ્યાને–શાંત મુદ્રાકૃતિવાળી અરિહંતની પ્રતિમાને આકાર? સામાન્ય બુદ્ધિવાન્ પણ નહિ માને કે મનુષ્યાકારથી અરિહંતના ગુણે સ્મૃતિમાં આવે ! જરા ખ્યાલ તે કરો કે દુનિયાના ગમે તે માણસના ફેટા દ્વારા પિતાના વડીલના ગુણે સમૃતિમાં આવશે ખરા? જેને ફેટ હોય તેની જ હકિકત સ્મૃતિમાં આવશે. જે એ રીતે કેઈ વ્યક્તિના ગુણે કેળવી શકાતા હતા તે દુનિયામાં થઈ ગયેલા અનેક દેશ નેતાઓનાં બાવલાં સ્થાપી તેના પર પુષ્પાદિ ચડાવવાને બદલે દુનિયા રસ્તે ચાલતા હર કેઈ માણસને જ ઉભે રાખી એમ કહેત કે ભલા ભાઈ! જરા ઉભે રહે! મારે તારા ઉપર દ્રષ્ટિ સ્થાપી અમુક દેશનેતાના ગુણેનું ચિતવન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org