________________
સૂતિ પૂજા પ્રથમના ત્રણ નિક્ષેપાના ખ્યાલથી જ ચેાથે
ભાવ નિક્ષેપે ઉપયોગી છે ભાવનું સાક્ષાત ભાન કરાવનાર એકલો ભાવ નથી પરંતુ તેનું નામ–આકાર અને આગલી પાછલી અવસ્થા એ ત્રણે મળીને જ કેઈ પણ પદાર્થના ભાવને નિશ્ચિત બંધ કરાવે છે. એ ત્રણેના ખ્યાલ વિનાના આત્માને ભાવ નિક્ષેપે (વસ્તુની પ્રત્યક્ષતા) વિપરીત પણે ગ્રહણ કરવાને માટે સંભવ છે. અને તેથી અનર્થનું કારણ થઈ પડે છે. દાખલા તરીકે અણ સમજુ એક બાળકના હાથમાં જેનું કઈ દિવસ પણ નામ સાંભળ્યું ન હોય અને તેના ગુણદોષથી આગળ પાછળ શું લાભ કે નુકસાન થયું હોય તે પણ જાણ્યું ન હોય, દેખાવમાં તે કેવું હોય તેને પણ તેને ખ્યાલ ન હોય તેવું “સમલ” તેને પ્રાપ્ત થાય અને તેને ઉપયોગ કરવાથી તે તેના અનWથી બચી શકતો નથી તેવી રીતે કેઈ પણ નામ-આકાર અને દ્રવ્ય એ ત્રણેના ખ્યાલ વિના કઈ પણ વસ્તુની પ્રત્યક્ષતા રૂપ ભાવ નિક્ષેપ વ્યર્થ છે.
એટલે કઈ પણ વસ્તુની પિછાણ કરવી હોય ત્યારે સૌથી પહેલાં તેનું નામ જાણવાની જરૂર પડે છે, નામ જાણ્યા પછી તે જ વસ્તુની વિશેષ પીછાણ કરવી હોય ત્યારે તેની આકૃતિ--આકાર જાણવાની જરૂર રહે છે, પછી તે જ વસ્તુ સંબંધી તેથી પણ વધારે જ્ઞાન મેળવવું હોય તો તેના ગુણદેષને જણાવવાવાળી તેની આગલી પાછલી અવસ્થાનું નિરિ. ક્ષણ કરવું પડે છે. અને ત્યાર બાદ તે વસ્તુ પ્રત્યક્ષ મળે છે ત્યારે લાભકર્તા થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org