________________
(૨) હાસ્ય-પરિત્યાગ, બોલવામાં સાવધાની, તથા ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરવાથી, અસત્યથી થતાં પાપકર્મોથી બચી શકાય છે. આમાંથી ભાષાસમિતિનો વિકાસ થયો. (દા.ત. દશવૈકાલિક ૭ ‘‘વાક્યશુદ્ધિ” અધ્યયન). (૩) અવગ્રહ-(વસતિસ્થાન, પાત્ર-ભાજન જેવી સામગ્રી, વિંડ-ગ્રહણ) વિષે સ્વયં વિચાર કરે, દાન (પિંડ-દાન,ઈ.) આપનારનાં વચન ઇ. વિષે પણ વિચારે, અવગ્રહ માટેની સ્પષ્ટ સીમા કે મર્યાદા રાખે. ગુરુની અનુજ્ઞા લઈને ભોજન-પાન કરે, પોતાના સાથીઓ માટેનો અવગ્રહ યોગ્ય સ્થાને રાખે, આમ કરવાથી ચોરીથી થતા દોષોથી પાપ કર્મોથી બચી શકાય છે. (૪) તેલ-ધીવાળા પદાર્થો ન ખાવા, શરીર શણગારવું નહીં, સ્ત્રીદર્શન ન કરવું, સ્ત્રીપ્રધાન સ્થાનોમાં જવું નહીં, સ્ત્રીવિષયક કે હલકા પ્રકારની કથા-વાર્તા ન કરવી. આ રીતે બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકે છે. આનો વિસ્તાર સૂત્રકૃતાંગ I (અધ્યયન ૪ રૂસ્થિરિળા), દશવૈકાલિક (૮.૫૨-૫૮) ઉત્તરાધ્યયન (૧૬ ·‘બ્રહ્મચર્ય-સમાધિ-સ્થાન”) જેવાં આગમોમાં મળે છે. (પ) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ જેવા પાંચ વિષયોમાં આસક્તિ ન રાખતાં પરિગ્રહથી થતાં પાપકર્મોથી પોતાને બચાવી શકાય છે. આનો વિસ્તાર પણ દશવૈકાલિક (૮.૧૯-૨૭, ૧૧-ગાથા ૧-૧૦). ઉત્તરાધ્યયન (૩૨ ‘પ્રમાદસ્થાન”) જેવાં આગમોમાં દૃષ્ટિગોચર થાય છે.
જૈન વિચારધારામાં પાપકર્મનું જ્ઞાન કેંદ્રમાં રહ્યું છે તેથી અહિંસાની વિશિષ્ટ ચર્ચા-વિચારણા ભિક્ષુઓની જીવનચર્યાના નીતિ-નિયમોના ઝીણવટભર્યા ચિંતનમાં વિસ્તારથી દૃષ્ટિગોચર થાય છે. આના પરિણામે જૈન તત્ત્વદર્શન કે આત્મતત્ત્વનું ચિંતન કંઈક સ્થગિત થઈ ગયું, ઉપેક્ષિત રહ્યું. આ મુદ્દાનું વિવેચન આગળ કરવામાં આવ્યું છે.
$
૩ અન્ય પ્રાચીન આગમો અને બ્રહ્મચર્ય વિચારધારા :
આચારાંગ પછી વિકસેલા જૈન આગમોમાં (અંગ ગ્રંથોમાં) સૂત્રકૃતાંગ, (અને મૂલસૂત્રોમાં) દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયન મુખ્ય છે. આ ત્રણ આગમો સમગ્ર દૃષ્ટિએ અને ઇતર જૈન આગમોની અપેક્ષાએ પ્રાચીન છે. તેમાં સૂત્રકૃતાંગનો પહેલો શ્રુતસ્કંધ (=સૂત્રકૃતાંગ I, અધ્યયનો ૧-૧૬) તેના બીજા શ્રુતસ્કંધની (=સૂત્રકૃતાંગ II, અધ્યયનો ૧-૭) અપેક્ષાએ પ્રાચીન છે. તે પદ્યમય છે. તેની કેટલીક ગાથાઓ પ્રાચીન છંદમાં રચાયેલી છે. જૈન પરંપરામાં આવી ગાથાઓનો પણ તેમાં બીજી ગાથાઓ પ્રક્ષિપ્ત થતાં વિસ્તાર વધતો ગયો. આ રીતે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનની ગાથાઓ વૃદ્ધિ પામતી ગઈ. આ ત્રણે આગમોમાં મળી આવતી આચાર-બ્રહ્મચર્યની વિચારધારાની પૃષ્ઠભૂમિકામાં ઔપનિષદ ચિંતનની અસર અહીં સંક્ષેપમાં દર્શાવવામાં આવી છે.
આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧માં વપરાતો પ્રાણ શબ્દ જીવના અર્થમાં સૂત્રકૃતાંગ I (૧.૪.૮, ૬.૪, ૮.૧૯), અને દશવૈકાલિકમાં (૪.૧.૬) પણ કંઈક પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ જેવા ‘શબ્દાડંબર” (cliche) વગર વપરાયો છે. છ-જીવ-નિકાયોની કલ્પના આ આગમોમાં પ્રતિષ્ઠા પામી ચૂકી છે (દા.ત. સૂત્રધૃતાંગ I ૯.૮.૯, ઉત્તરાધ્યયન ૧૨.૪૧, દશવૈકાલિક માટે જુઓ આગળ). ઓઘ (પ્રવાહ, સંસાર) શબ્દ પણ સૂત્રકૃતાંગ I (૩.૪.૧૪, ૧૧.૧), દશવૈકાલિક (૯.૨.૨૩), ઉત્તરાધ્યયનમાં (૫.૧, ૨૩.૭૦, ૩૨.૩૩, ઈ.) દૃષ્ટિગોચર થાય છે. ક્ષેત્રજ્ઞ (ઘેયન્ન) શબ્દ સૂત્રકૃતાંગ । માં ફક્ત બે વાર (૬.૩, ૧૫.૧૩) આવે છે, અને તે લુપ્ત થતો જતો હોય એમ લાગે છે. સંગ-અસંગ (અસક્તિ) અને લેપ-નિર્લેપ જેવી અન્ય બ્રાહ્મણ વિચારધારાની પરિભાષા આચાર-બ્રહ્મચર્યની (૨.૧.૭૪ = ૨.૫.૮૯, ૨.૬.૧૦૩, ૩.૧.૧૦૯, ૫.૨.૧૫૩, ઈ.) જેમ સૂત્રકૃતાંગ I માં (૧.૨.૨૮, ૭.૨૭ = ૧૨.૨૨, ૧૦.૧૦, ઈ.) અને ઉત્તરાધ્યયનમાં (૮.૪, ૧૪.૬, ૨૦.૬, ૨૫.૨૦, ૨૬, ઈ.) વિશેષ દૃષ્ટિગોચર થાય છે. પરંતુ, આચાર II માં (૧૧.૬૮૭ = ૧૫.૭૯૦). તેમ જ સૂત્રકૃતાંગ II (અધ્યયન ૯) અને દશવૈકાલિકમાં (ફક્ત બે વાર - ૧૦.૧૬, ૧૧.૧૦) આવા પ્રકારની પરિભાષાનો પ્રયોગ લુપ્તપ્રાય થતો ગયો છે.
=
(૧) સૂત્રકૃતાંગ I અહિંસા-સમય (૧.૪.૧૦ ૧૧.૧૦) શબ્દથી આચાર-બ્રહ્મચર્ય અથવા શસ્ત્રપરિજ્ઞાનું સૂચન કરે છે (જુઓ § ૧.૪, સરખાવો સૂત્રકૃતાંગ ૩.૧૧ માં માર્ગ-સાર તરીકે આચાર-બ્રહ્મચર્યનો સાર !). આ સંદર્ભમાં સમય = સમતા, એવો બોલ્લેએ કરેલો અર્થ યોગ્ય નથી (જુઓ બોલ્લે 1 પૃ.૧૨૭). કર્મની ઉપાધિ જેવી
૨૮ ]
Jain Educationa International
For Personal and Private Use Only
[ સામીપ્ટ : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
www.jainelibrary.org